શોધખોળ કરો

Covid-19 Third Wave: કોરોનાની ત્રીજી લહેરને લઈ સીએમ રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગત

ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેર ના મુકાબલા માટે સજ્જ છે.

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના હસ્તે ૨૦ હજાર લિટરની ક્ષમતાની ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  આ અવસરે જણાવ્યું હતુ કે કોરોનાની આ વિશ્વ વ્યાપી મહામારીએ આપણને સૌને પ્રાણવાયુ ઓક્સિજનનુ મહત્વ અને જરૂરીયાત સમજાવી દીધા છે.  ગુજરાતે કોરોના સામે લડત આપી બીજી વેવ કાબુમાં લેવામાં  સફળતા મેળવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર અને  સેવા સંસ્થાઓના સહયોગથી  આપણે સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે યુધ્ધના ધોરણે સાવચેતીના પગલા રૂપે ઓક્સિજનની સંભવિત જરૂરીયાતને પહોંચી વળવા આયોજન કરી રહ્યા છીએ.

તેમણે એમ પણ કહ્યું કે, ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગોતરા આયોજન અને લોકોની જાગૃતિ સાથે ગુજરાત ત્રીજી લહેર ના મુકાબલા માટે સજ્જ છે. કોરોના હજી ગયો નથી. આપણ સૌએ કોરોના પ્રોટોકોલ તેમજ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ,રસીકરણ વગેરે નું પાલન કરીને કોરીનાને હરાવવાનો છે.

કથાકાર શ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યુ હતુ કે કોરોનાની મહામારી સામે લોકોની સારવાર માટે સરકાર દ્રારા ઝડપી કાર્યવાહી અને વ્યવસ્થાઓ  કરવામા આવી છે. બીજી લહેર દરમિયાન આપણને ઓક્સિજનની જરૂરીયાત અનુભવાઇ. સંભવિત ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજનની મુશકેલી ન પડે તે માટે આપણે સૌ આયોજન કરીને આગળ વધી રહ્યા છીએ.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.74 ટકા થયો છે. 

દાહોદમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરામાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, આણંદમાં 1, ભરૂચમાં 1, ડાંગમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,  જુનાગઢમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો.

અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 307 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 330 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 325 દર્દીની હાલત સ્થિર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
હવે આ રાજ્યમાં સરકાર બદલાશે? ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર! સીએમના દાવાથી ખળભળાટ
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Gold Silver Price: 163 દિવસમાં ચાંદી ₹1.66 લાખ સસ્તી થઈ! જાણો 10 ગ્રામ સોનું કેટલું ઘટ્યું?
Embed widget