શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે લોકોએ ફેબ્રુઆરીમાં પણ આકરી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. 24 કલાકમાં કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: ઠંડીના થોડા દિવસના વિરામ બાદ ફરીએક વાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. દિવસે-દિવસે ઠંડી વધી રહી છે ત્યારે હવે ફેબ્રુઆરીમાં લોકોને કાતિલ ઠંડીથી રાહત મળશે નહીં એવા સમાચાર સામે આવ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે લોકોએ ફેબ્રુઆરીમાં પણ આકરી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
હવામાન વિભાગે આગામી પ્રમાણે, 24 કલાકમાં કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. આ ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહીતમાં ઠંડીનો ચમકારો રહે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે કચ્છ સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવની અસર જોવા મળશે.
રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. પવનની ઝડપના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. પવનની ગતિ 13 કિમી પ્રતિ કલાક રહેતા ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી 3-4 દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટના કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement