(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Update: બીજા રાઉન્ડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 188 તાલુકામાં મેઘમહેર યથાવત
ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ મેઘ મલ્હારની સ્થિતિ યથાવત છે. ગત 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો.
Gujarat Rain Update: ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી વિરામ બાદ બીજા રાઉન્ડમાં પણ મેઘ મલ્હારની સ્થિતિ યથાવત છે. ગત 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો.
ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં શુક્રવારે એટલે ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો છે. આનંદનગર રોડ, એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, બોપલ,સેલા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. આનંદનગરના સચિન ટાવર અને માણેકબાગ પાસે પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અહીં પાલડી, બાપુનગર, વિરાટનગર, ઠક્કરબાપાનગર સહિતના વિસ્તારમાં ઘાટલોડિયા, રાણીપ, વાડજ, સતાધાર સુરધારા સર્કલ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો સાંજના સમયે વરસાદથી રસ્તા પર પાણી ભરાતા ઓફિસથી ઘરે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદના ધંધુકા, ધોલેરા, બાવળા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ધંધુકાના રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થયા. દર વર્ષે ચોમાસા સમયે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોવાથી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ શહેર અનેગ્રામ્ય વિસ્તારમાં.. શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, મવડી વિસ્તાર, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારમાં . અડધા કલાકના વરસાદથી અનેક રાજમાર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. ગોંડલ, ધોરાજી, ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા બફારા બાદ ઠંડર પ્રસરી ગઇ હતી.
વરસાદના કારણે ઉપલેટાનો મોજ અને ગોંડલનો આશાપુરા ડેમ આવરફ્લો થયો છે. મોજ ડેમના 4 દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા હતા. વરસાદના કારણે કોઝ વે પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આશાપુરા ડેમ ઓવરફ્લો થતા મોટી સંખ્યામાં લોકો જોવા માટે ઉમટ્યાં હતા.
અમરેલીમાં બે કલાક મેઘરાજાની ધમાકેદાર બેટિંગમાં અમરેલી સહિત બાબરા શહેર, બરવાળા અને દરેડની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો.બાબરા શહેરની કેટલાક રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા.
અરલ્લીમાં પણ મેઘમહેર યથાવતા છે. વરસાદના કારણે નદી-નાળામાં પાણીની ભારે આવક થતાં અરલ્લીમાં બાયડમાં ડાભા ગામ પાસે વાત્રક નદીનો ઝાંઝરી ધોધ જીવંત થયો. જિલ્લામાં અત્યાર સુધીનો 8 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો, આદિપુર, અબડાસા, નખત્રાણા, લખપત સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે અબડાસા તેરા ગામમાં રસ્તા પર ભરાતા જનજીવન પ્રભાવિત થયુ હતું.
વરસાદથી બનાસકાંઠામાં પાલનપુર-આબુ રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને ડાયવર્જન આપવું પડ્યું છે.. અમદાવાદથી આબુરોડ તરફ જતા વાહનોને એરોમા સર્કલથી ચંડીસર, ડાંગીયા, વાઘરોલ, ચિત્રાસણી સુધીનું ડાયવર્જન અપાયું છે. ભારે વરસાદના કારણે પાલનપુર હાઇવે પર પાણી ભરાયા છે ધીમીધારે વરસાદ વરસ્યો વલસાડ જિલ્લામાં.. તિથલ રોડ, કચેરી રોડ, ટાવર વિસ્તાર, હાલર રોડ અને છીપવાડના આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 30 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 188 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પોરબંદર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતિવાડામાં ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં સુરતના પલતાણામાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં પોરબંદરના રાણાવાવમાં પોણા ચાર ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગરના જોડીયામાં સવા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધોલેરામાં સવા ત્રણ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના ડીસામાં સવા ત્રણ ઈંચ વરસાદ
- સુત્રાપાડા, ધરમપુરમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો
- બોટાદ, બારડોલી, વાપીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો
- અબડાસા, બરવાળા, જોટાણામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
- બાબરા, વ્યારા, કોટડાસાંગાણીમાં અઢી અઢી ઈંચ વરસાદ
- લોધિકા, ગઢડા, વિજયનગરમાં અઢી અઢી ઈંચ વરસાદ
- મહેસાણા, આણંદમાં સવા બે ઈંચ વરસાદ
- બોડેલી, અમીરગઢ, લખપત, ચીખલીમાં બે બે ઈંચ વરસાદ
- ગોંડલ, ધોળકા, વિંછિયામાં પોણા બે ઈંચ વરસાદ
- વિજાપુર, વેરાવળ, કપડવંજમાં પોણા બે ઈંચ વરસાદ
- ધનસુરા, જેતપુર, ભાવનગરમાં પોણા બે ઈંચ વરસાદ
- નવસારી, માંડવી, જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ
- વિસનગર, ગારીયાધાર, મહુવા, વઘઈમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
- પ્રાંતિજ, ઉમરગામ, કોડીનારમાં દોઢ ઈંચ વરસાદ
- વડગામ, વલસાડ, લાખણી, પેટલાદમાં દોઢ ઈંચ વરસાદ
- વાલોડ, ટંકારા, ઉના, ચોટીલામાં સવા સવા ઈંચ વરસાદ
- 20 તાલુકામાં વરસ્યો એક ઈંચ સુધીનો વરસાદ