શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બે દિવસ ગુજરાતમાં અહીં પડેશે ભારે વરસાદ, હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગતે
હવામ વિભાગ અનુસાર 20 અને 21 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
ગાંધીનગર: આગામી તારીખ 20થી 21 જુલાઇ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 20 અને 21 તારીખે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવું અનુમાન હવામાન વિભાગે કહ્યું છે.
ગુજરાત હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, અપર એર સાઇક્લોનિક અસરને પગલે દક્ષિણ ગુજરાત અને ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નર્મદા, દમણ, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.
હવામ વિભાગ અનુસાર 20 અને 21 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. તે પછીના બે દિવસ સુધી વરસાદમાં ઘટાડો જોવા મળશે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 24 ટકા વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉભા થતા લો પ્રેશર કે ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતમાં વરસાદ પડતો હોય છે. આ વખતે આ સિસ્ટમ સક્રિય ન થતાં ગુજરાતમાં વરસાદ ન પડી રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion