શોધખોળ કરો

Panchmahal Rain: પાવાગઢમાં ધોધમાર વરસાદ, પગથિયાં પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો 

પાવાગઢમાં ઘોઘમાર વરસાદ વરસ્યો છે.  પાવાગઢમાં ભારે વરસાદ વરસતા પગથિયાં પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.

પંચમહાલ:  પાવાગઢમાં ઘોઘમાર વરસાદ વરસ્યો છે.  પાવાગઢમાં ભારે વરસાદ વરસતા પગથિયાં પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.  ધોધમાર વરસાદને લઈને પાવાગઢ ડુંગર પરથી વરસાદી પાણી પગથિયા પર ફરી વળ્યા હતા. રેવા પથ વિસ્તારના પગથિયા પરથી વરસાદી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.   

પાવાગઢ ખાતે આવેલા દર્શનાર્થીઓ પાણીના ભારે પ્રવાહને લઈને પગથિયા વચ્ચે બનાવેલ રેલિંગ ઉપર બેસી ગયા હતા. રેવા પથ વિસ્તારના પગથિયામાં પણ કેડ સમા પાણી વહી રહ્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે.  

આજે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 

આ સિવાય સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.  

જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગાહી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. કેટલાક જિલ્લાઓમાં ધીમીધારે વરસાદ વરસશે તો કેટલાક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજના દિવસમાં 112 તાલુકામાં નોંધાયો વરસાદ 

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તાલુકામાં સતત વરસાદી માહોલ જામ્યો છે. 36 તાલુકામાં એકથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે પણ વહેલી સવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. 

  • નાંદોદ તાલુકામાં ખાબક્યો 8.66 ઈંચ વરસાદ
  • નર્મદાના તિલકવાડામાં વરસ્યો 7.13 ઈંચ વરસાદ
  • દાહોદ તાલુકામાં 7.09 ઈંચ વરસાદ
  • વાપી તાલુકામાં 6.02 ઈંચ વરસાદ
  • પાવી જેતપુર તાલુકામાં 5.5 ઈંચ વરસાદ
  • સોનગઢમાં પાંચ ઈંચ, ગરુડેશ્વર 4.92 ઈંચ વરસાદ
  • બારડોલી, વ્યારા તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ
  • મોરવાહડફ તાલુકામાં 4.34 ઈંચ વરસાદ
  • વલસાડના પારડી તાલુકામાં 4.25 ઈંચ વરસાદ
  • છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં 4.21 ઈંચ વરસાદ
  • ડેડિયાપાડા તાલુકામાં 4.6 ઈંચ વરસાદ
  • હાલોલ અને ધરમપુર તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
  • ખેરગામ અને નેત્રંગ તાલુકામાં 3.9 ઈંચ વરસાદ
  • મોડાસા અને ઉમરપાડા તાલુકામાં 3.8 ઈંચ વરસાદ
  • ગોધરા તાલુકામાં 3.54 ઈંચ વરસાદ
  • મહુવા અને બોડેલી તાલુકામાં 3.35 ઈંચ વરસાદ
  • માંડવી તાલુકામાં 3.23 ઈંચ વરસાદ
  • સંજેલી તાલુકામાં 3.07 ઈંચ વરસાદ
  • જાંબુઘોડા તાલુકામાં 2.87 ઈંચ વરસાદ
  • સુરત શહેરમાં 2.60 ઈંચ વરસાદ
  • કપરાડા તાલુકામાં 2.44 ઈંચ વરસાદ
  • કામરેજ તાલુકામાં 2.44 ઈંચ વરસાદ
  • ડોલવણ તાલુકામાં 2.24 ઈંચ વરસાદ
  • સાગબારા અને ધાનપુર તાલુકામાં 2.17 ઈંચ વરસાદ
  • વાલોડ, કુકરમુંડામાં 2.13 ઈંચ વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget