શોધખોળ કરો

રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ પડશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે મંગળવારથી વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે મંગળવારથી વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  જ્યારે આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, દ્વારકા અને મોરબી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, સુરેંદ્રનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,અરવલ્લી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  શનિવારથી ત્રણ દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 

શનિવારે અમદાવાદ સહિત વલસાડ, અરવલ્લી, પાટણ, તાપી, સાબરકાંઠા, કચ્છ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો હતો.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં સારો વરસાદ વરસ્યો છે.  જો કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં અન્ય જિલ્લાઓની સરખામણીએ ઓછો વરસાદ થયો છે.  

બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ

બનાસકાંઠામાં મેઘરાજા સવારથી જ ધમાકાદેર બેટિંગ કરી રહ્યા છે. સવારથી અત્યારસુધી થરાદમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  બનાસકાંઠાના સુઈગામમાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. લાખણીમાં પણ સાડા ત્રણ ઈંચ, પાલનપુરમાં અઢી ઈંચ, વાવમાં અઢી ઈંચ અને વડગામમાં સવા બે ઈંચ વરસાદ નોંધાયો.  ભારે વરસાદની આગાહીને પગલે NDRFની એક ટીમ પાલનપુરમાં તૈનાત કરાઈ છે. ધોધમાર વરસાદથી થરાદથી ઢીમા જતા રસ્તો પર પાણી ભરાયા છે.  થરાદના ભાપી, દોલતપુરા સહિત 25 ગામોનો જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો છે. રોડ ઉપર ઘૂંટણ સમાં પાણી  ભરાયા છે. જેથી વાહન વ્યવહાર ખોરવાયો છે. થરાદ એપીએમસી માર્કેટયાર્ડ પાછળના ભાગે વરસાદી પાણી ભરાતા રોડ ઉપર પાણી ભરાયા છે. 

ટોપ સ્ટોરી

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
થરા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો, BJP એ 19 બેઠકો જીતી, જાણો કૉંગ્રેસને કેટલી મળી
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
ઓખા નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કેટલી બેઠકો પર મેળવી જીત
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 
Chhota Udepur: વોર્ડ નંબર-4ની પેટાચૂંટણીમાં ભાજપના રજનીબેન રાઠવાની જીત 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Embed widget