શોધખોળ કરો

Amreli Rain: અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લાઠીમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો છે.

અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો છે. લાઠી તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.  

અમરેલી જિલ્લામાં ફરી બરબાદીનો વરસાદ ખાબક્યો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં વરસાદ વરસ્યો છે.  લાઠીના કેરાળા, પીપળીયા, જરખીયા ગામમાં વરસાદ વરસ્યો છે.  હરીપર સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  કેરાળા ગામની બજારમાં પાણી વહેતા થયા હતા.  અમરેલી-લાઠી હાઈવે પર  ખેતરોમાં  પાણી ફરી વળ્યા હતા.  

માવઠાની આગાહી કરવામાં આવી

અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.  સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલમાં વરસાદનું અનુમાન છે.  દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચમાં કમોસમી વરસાદનું અનુમાન છે.  નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં માવઠાનું અનુમાન છે . દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.  વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.  

ચોમાસું વહેલું આવવાની શક્યતા

ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલા થવાની સંભાવના છે.  આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસુ વહેલું પહોંચ્યું છે. આ કારણે રાજ્યમાં આ વર્ષે ચોમાસું વહેલુ થશે તેમ માનવામાં આવે છે.  પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસુ વહેલું આવશે. કેરળમાં 27મે સુધીમાં ચોમાસુ પ્રવેશ કરશે તેવી સ્થિતિ છે.   ગુજરાતમાં પણ ચોમાસુ વહેલા આવવાની શકયતા છે. 

આજે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.  ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.  અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે.          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
બાબા વેંગાની ભવિષ્યવાણી, 2026મા લોકો પર આવશે આ મુસિબત, AI અને મશીનોનું વધશે પ્રભુત્વ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Embed widget