શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં 5 દિવસ પડશે ભારે વરસાદ, આ દિવસે આવશે ‘આફત’, હવામાન વિભાગે કરી મોટી આગાહી
હવામાન વિભાગ અનુસાર, આગામી એક બે દિવસ ભારે વરસાદ પડશે જ્યારે ત્રિજા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગઈકાલે પણ વડોદરામાં સ્કૂલો કોલેજોમાં પૂરને પગલે રજા રાખવામાં આવી હતી. શુક્રવારે વડોદરા બાદ રાજકોટમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો.
હવામાન વિભાગ અનુસાર, આગામી એક બે દિવસ ભારે વરસાદ પડશે જ્યારે ત્રિજા દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ચોથા અને પાંચમા દિવસે મધ્યમ વરસાદની આગાહી કરી છે. શુક્રવારે રાજકોટમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયું હતું. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મધ્ય ગુજરાત અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, આણંદ વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, વાસદા, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય વિસ્તારો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે. કચ્છ, દીવ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે.
ગુજરાત ઉપરાંત મુંબઈમાં પણ હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિજ્ઞાનના ઉપ મહાનિર્દેશક કેએસ હોસાલિકરે ટ્વીટ કર્યું કે, ખાડી ઉપર બની રહેલા ઓછા દબાણના ક્ષેત્રના કારણે શનીવારે રાત્રે અને રવિવારે મુંબઈમાં વરસાદની સંભાવના છે. જેને લઈ પશ્ચિમી કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પહેલા ભારતીય હવામાન વિભાગે ગુરૂવારે ચાર મહિનાના વરસાદના પૂર્વાનુમાનમાં કહ્યું કે, ચોમાસુ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય રહેવાની આશા છે. ગણના હિસાબે, બે મહિનાના સમયમાં વરસાદ કુલ મિલાવી દેશભરમાં દીર્ધાવધી એવરેજ(એલપીએ)ની 100 ટકા રહેવાની સંભાવના છે, જેમાં આઠ ટકા વધારે અથવા ઓછાની આદર્શ ભૂલ હોઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion