શોધખોળ કરો
Advertisement
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના આ વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ? જાણો કયા વિસ્તારમાં કેટલા ઈંચ ખાબક્યો?
હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 179 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે. આગામી ત્રણ દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે બુધવાર અને ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 179 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે સમગ્ર વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે. રવિવારે દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર ભારે વરસાદને લઈને આગાહી કરી છે. જેમાં આગામી બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
વલસાડના ઉમરગામમાં 5.5 ઈંચ વરસાદ
સુરતના કામરેજમાં 2.5 ઈંચ
સુરતના ઉમરપાડામાં 2.2 ઈંચ
વલસાડના કપરાડામા 2 ઈંચ
વડોદરાના પાદરામાં 2 ઈંચ
નવસારીના જલાલપોરમાં 1.9 ઈચ
મહેસાણા 1.9 ઈંચ
ભાવનગરના વલ્લભીપુરમાં 1.9 ઈંચ
વલસાડના વાપીમાં 1.8 ઈંચ
ભરૂચના અંકલેશ્વરમાં 1.8 ઈંચ
ખેડાના વસોમાં 1.5 ઈંચ
સાબરકાંઠાના હિંમતનગરમાં 1.5 ઈંચ
તાપીના વલોદમાં 1.5 ઈંચ
સુરતના ચોર્યાશીમાં 1.4 ઈંચ
સુરતના પલસાણામાં 1. 4 ઈંચ
નવસારીના ગણદેવીમાં 1.4 ઈંચ
સુરત શહેરમાં 1.3 ઈંચ
ખેડાના માતરમાં 1.2 ઈંચ
ભરૂચના હાંસોટમાં 1.2 ઈંચ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion