શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, બંદરો પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ
ગુજરાતમા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદ: ગુજરાતમા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. વરસાદની આગાહીના પગલે ગુજરાતના તમામ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જે ઉત્તર મહારાષ્ટ્રના સમુદ્રમાં સક્રિય છે. આગામી 24 કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એકાદ વિસ્તારમાં ભારે વરસાદ થશે.
હવામાનની આગાહીના કારણે ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તેમજ માછીમારોને 18 નવેમ્બર સુધી દરિયો ન ખેડવા પણ સુચના આપી દેવામાં આવી છે. માછીમારી કરવા ગયેલી બોટો પરત ફરી રહી છે. જોકે દરિયામાં હજુ કોઈ ખાસ અસર ન વર્તાઈ રહી હોય તેમ દરિયો શાંત જોવા મળે છે.
દેવમૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર, દ્વારકા બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. જિલ્લામા વાતાવરણમા પલ્ટો આવ્યો હતો. વેરાવળ બંદર ઉપર 3 નંબરનુ સિગ્નલ મુકાયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દુનિયા
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion