શોધખોળ કરો

રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ પડશે, હવામાન વિભાગે જાણો શું કરી આગાહી?

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થઈ છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે.  

ગાંધીનગર:  ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આજે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થઈ છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસશે.  આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, તાપી, દાહોદ અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 ઓગષ્ટના અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જામનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 

જ્યારે 17 ઓગષ્ટના દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની આગાહી કરવામાં આવી છે.  સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદનું અનુમાન થયું છે.  હવામાન વિભાગની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ વરસશે જ્યારે 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. 

તાપી જિલ્લામાં ભારે વરસાદ, ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાયા

ક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે જેને કારણે જળાશયોમાં નવા નીર આવ્યાં છે, તો ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી છે.  તાપી જિલ્લામાં સારો વરસાદ પડતા તાપી ડેમમાં 12 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. 

તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
તાપી જિલ્લામાં આજે 15 ઓગષ્ટના દિવસે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ તાલુકાના પંચાયત હસ્તક ના 7 રસ્તા બંધ થઇ ગયા છે. વ્યારા તાલુકાના 5 અને ડોલવણ તાલુકાના 2 રસ્તા બંધ હાલતમાં છે. 

તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને લઈ નદીઓમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જિલ્લા માંથી પસાર થતી પૂર્ણાં, અંબિકા, ઝાંખરી, મીંઢોળા સહિતની નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે. વ્યારા , ડોલવણ , સોનગઢ સહિતના દરેક તાલુકામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેતી થઇ છે. 

તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં નોંધાયો, જેમાં વ્યારા તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો  છે. સવારે 6 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધીમાં પડેલ વરસાદ ના આંકડા જોઈએ તો વ્યારા 142 mm, વાલોડ 65 mm, ડોલવણ  80 mm, સોનગઢ 70,  mm, ઉચ્છલ  55 mm, નિઝર 49 mm, અને કુકરમુંડામાં 25 mm  વરસાદ નોંધાયો છે. 

તાપી જિલ્લામાં અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના 22 માંથી 15 દરવાજા 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.ઉકાઈ ડેમની સપાટી 335.54 ફૂટ પર પોહચી છે. હાલ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 75 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.  સાવચેતીના ભાગરૂપેનીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. 

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget