શોધખોળ કરો
Advertisement
લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડશે, જાણો શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં અત્યારે પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે.
અમદાવાદઃ ચોમાસુ હવે અંતિમ તબક્કમાં છે. ગુજરાતના માથે એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
તો અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો સાથે જ હવામાન વિભાગે થંડર સ્ટ્રોમની પણ આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં અનેક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. તો હજુ આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે પાકમાં વધુ નુકસાન થઈ શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં અત્યારે પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. 12મી સપ્ટેમ્બરે સુરત, નર્મદા, વલસાડ, નવસારી, દમણ-દાદરા-નગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે.
તેમજ 13મી સપ્ટેમ્બરે ખેડા, દદાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, હબોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. જ્યારે 14મી સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં 40 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
સુરત
બિઝનેસ
Advertisement