શોધખોળ કરો
તાપીમાં ધોધમાર વરસાદ ખાબકતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, બે કલાકમાં 2 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર મેમહેર જોવા મળી છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 182 તાલુકોણાં વરસાદ પડ્યો છે.

તાપીઃ તાપી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે. વાલોડમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. તો વ્યારા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે વાલોડના શાહપોર જતા માર્ગ પર પાણી ભરાયા હતા. સાથે જ વાલોડથી બારડોલી જવાના સ્ટેટ હાઇવે પર પણ પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સર્વત્ર મેમહેર જોવા મળી છે. જેના કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 182 તાલુકોણાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ માંડવીમાં 6 ઇંચ નોંધાયો છે. જ્યારે કચ્છના મુંદ્રામાં સાડા પાંચ ઇંચ, તો તાપીના વાલોડમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેતી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેંદ્રનગર, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજયમાં ચાલુ અઠવાડિયા દરમિયાન થયેલી મેઘમહેરના પગલે વરસાદની જે ઘટ હતી તે મોટાભાગની પૂર્ણ થઈ ચૂકી છે. રાજયમાં સિઝનનો 77.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 122.18 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 111.60 ટકા, દક્ષિણ ગુજરાતમાં 66.57 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 59.97 ટકા, તો સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.15 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
વધુ વાંચો





















