શોધખોળ કરો
Gujarat Election 2021 Results : સ્થાનિક સ્વરાજમાં કૉંગ્રેસની કારમી હાર બાદ અમિત ચાવડા-પરેશ ધાનાણીનું રાજીનામું હાઈકમાન્ડે સ્વીકાર્યું
ગુજરાત કોંગ્રેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકાર્યું છે.

ગુજરાત કોંગ્રેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકાર્યું છે. ચૂંટણીમાં કૉંગ્રેસના રકાસ બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજીનામું આપવાની વાત કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડાએ આ નિર્ણય લીધો હોવાનું સત્તાવાર સુત્રો પાસેથી જાણવા મળ્યુ હતું. પાટીદારોના ગઢ ગણતા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીઓએ એન્ટ્રી મારી દીધી છે. ભાજપે પણ તમામ જિલ્લા પંચાયતની બેઠકો જીતી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.
વધુ વાંચો





















