શોધખોળ કરો

Gujarat: રાજ્યમાં ઠંડીને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યારથી અનુભવાશે ઠંડીનો ચમકારો?

Gujarat: ઠંડીનો ચમકારો વધતા રાજ્યમાં ગરમીથી પણ રાહત મળે તેવી શક્યતા છે

Gujarat: રાજ્યમાં ચાર દિવસ બાદ ઠંડીનો ચમકારો અનુભવાશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 15 નવેમ્બર બાદ 19 ડિગ્રીથી નીચે ઠંડીનો પારો ગગડશે. દાહોદ, ગાંધીનગર,અમરેલી, વડોદરામાં ઠંડીનો અનુભવ થશે.

આગામી ચાર દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઠંડીનો ચમકારો વધતા રાજ્યમાં ગરમીથી પણ રાહત મળે તેવી શક્યતા છે. આગામી 15 નવેમ્બરથી 20 નવેમ્બરની વચ્ચે લઘુતમ તાપમાનનો પારો 16થી 20 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેથી રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે.

રવિવારે અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 2.1 ડિગ્રીનો જ્યારે રવિવારે રાત્રે 21 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 2.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આ સિવાય ભાવનગરમાં 34.6 ડિગ્રી, વડોદરામાં 35 ડિગ્રી, સુરત અને અમરેલીમાં 35.2 ડિગ્રી, ગાંધીનગરમાં 35.8 ડિગ્રી, ડીસામાં 36.9 ડિગ્રી, ભુજમાં 37.1 ડિગ્રી, રાજકોટમાં 37.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતુ. જ્યારે દાહોદમાં 16.6 ડિગ્રી, ગાંધઈનગરમાં 19.4 ડિગ્રી, વડોદરામાં 19.6 ડિગ્રી તો અમરેલીમાં 20 ડિગ્રીથી નીચે લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો અનુભવ થયો હતો.

અંબાલાલ વિભાગની આગાહી 

ગુજરાતના જાણીતા હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે વરસાદ બાદ હવે ઠંડીને લઇને મોટી આગાહી કરી છે, રાજ્યમાં શિયાળાના માહોલ ડિસેમ્બરમાં જામી જશે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી અનુસાર, ગુજરાતમાં આગામી ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડીનું જોર વધશે. 22 ડિસેમ્બર બાદ હાડ થીજાવતી ઠંડી પડશે. અંબાલાલના મતે 14 થી 18 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક લૉ પ્રેશર સર્જાશે, અને દક્ષિણ પૂર્વીય તટો પર આ લૉ પ્રેશરની અસર જબરદસ્ત જોવા મળશે. આગામી 18 થી 24 નવેમ્બરની વચ્ચે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત અને પવનો પણ ફૂંકાશે. 19 થી 22 નવેમ્બરની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 11 નવેમ્બરથી ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે. એટલે કે રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ થઇ જશે અને ડિસેમ્બરમાં હાડ ગાળતી ઠંડી પડશે. 

ઉત્તર ભારતમાં, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ઠંડીના સંકેતો સાથે તાપમાનમાં ઘટાડો થવાની ધારણા છે. IMD મુજબ  દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે. નવેમ્બરના મધ્ય સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા ઠંડીનું જોર વધવાની શક્યતા છે.  15 નવેમ્બર પછી આ રાજ્યોમાં  તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.

Cold Wave: આ દિવસથી ગુજરાત બનશે ઠંડુગાર, અંબાલાલની હાડ ગાળતી ઠંડીને લઇને લેટેસ્ટ આગાહી

ટોપ સ્ટોરી

નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
Gujarat Rain: ચોમાસાની વિદાય વચ્ચે અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો 
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
વનડેમાં શુભમન ગિલનો તરખાટ: 117 બોલમાં બેવડી સદી ફટકારી તોડ્યો ઈશાન કિશન અને મેક્સવેલનો રેકોર્ડ
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
IND vs WI: 223 રનની તોફાની ઇનિંગ માટે શુભમન ગિલને ઇનામમાં કેટલા રૂપિયા મળ્યા?
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
મોદી કેબિનેટનો મોટો નિર્ણય: ₹2.79 લાખ કરોડના 3 મોટા પ્રોજેક્ટ મંજૂર, ખેડૂતો અને ગ્રીડને મોટો ફાયદો
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
સચિન-કોહલીની ક્લબમાં રોહિત શર્માની એન્ટ્રી: વનડેમાં બનાવ્યો આ મોટો વર્લ્ડ રેકોર્ડ!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો: CM ભૂપેન્દ્ર પટેલે કર્યા જળ વધામણાં, 4 કરોડ લોકોને રાહત!
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
IND vs WI: 3 બેટ્સમેનની સદી, વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીતવા આપ્યો 406 રનનો ટાર્ગેટ 
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Rohit Sharma World Record: રોહિત શર્માની અનોખી 'બેવડી સદી', છગ્ગામાં રચ્યો મોટો ઇતિહાસ!
Embed widget