શોધખોળ કરો
Advertisement
અંકલેશ્વરઃ 21 વર્ષની આશાસ્પદ યુવતી પર ટ્રેક્ટર ફરી વળતા મોત
અંકલેશ્વરઃ ટ્રેક્ટર અને એક્ટીવા વચ્ચે અકસ્માત થતા 21 વર્ષની આશાસ્પદ યુવતીનું મોત થયું હતું. મૃત્યું પામેલી યુવતીની 2 જી ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. યુવતી પોતાના ભાઇને નોકરી પર એક્ટીવા પર છો઼ડવા જઇ રહી હતી. તે દરમિયાન અકસ્માતમાં યુવતી પર ટ્રેક્ટર ફરી વળતા યુવતીનું મોત થયું હતું.
હનુમાન ફળીયામાં રહેતી મુકેશભાઇ ગાંધીની 21 વર્ષિય પુત્રી કૃપા ગાંધીના આગામી ફેબ્રુઆરીમાં લગ્ન હોવાથી ઘરના તમામ લોકો લગ્નની ખરીદીમાં વ્યસ્ત હતા. ત્યાં સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાને લીધે ખરીદી અટકી ગઇ હતી. ગઇ કાલે બંક ખુલતા ભાઇ બહેન બેંકમાં પૈસા જમા કરવવા માટે ગયા હતા.
ભાઇને નોકરી પર જવાનું હોવાથી બહેન તેને નોકરીએ છોડવા જઇ રહી હતી. તે દરમિયાન સેલાડવાડ મસ્જિદ પાસે એક્ટીવા આગળ રીક્ષા ચાલી રહી હતી અને પાછળ ટ્રેક્ટર ચાલી રહી હતી. તે દરમિયાન કોઇ કારણોસર બ્રેક મારતા કૃપા રોડ પક પટકાઇ હતી અને તેના પર ટ્રેકટરનું ટાયર ફરી વળ્યું હતું. જેને સારવાર દરમિયાન ગંભીર ઇજાને કારણેમોત થયું હતું. જ્યારે ભાઇ પાર્ટનો સામાન્ય ઇજા સાથે બચાવ થયો હતો. લગ્નની તૈયારીમાં વ્યસ્ત પરિવારને કૃપાના મોતના સમાચાર મળતા પરિવારમાં માતમ છવાય ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion