શોધખોળ કરો

ગુજરાતમાં આ વર્ષે પડશે જોરદાર ઠંડી, જાણો શું છે કારણ ?

રાજ્યમાં ઠંડીના ચમકારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં ઠંડીના ચમકારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગાંધીનગર-વલસાડમાં સૌથી ઓછું 15.5 ડીગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. આગામી ચાર દિવસમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં લધુત્તમ તાપમાન 19.4 અને મહત્તમ 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે આ વર્ષે ભારતમાં સામાન્ય કરતાં વધારે ઠંડી પડી શકે છે. કચ્છમાં આજે તાપમાનનો પારો ગગડ્યો હતો. નલીયામાં લધુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટમાં 18.7 ડિગ્રી અને ભુજમાં 20.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં કેશોદમાં 19.4, ભાવનગરમાં 19.9, અમરેલીમાં 19.1, દિવમાં 19.6, સુરેન્દ્રનગરમાં 19.5 ડિગ્રી, ભાવનગરમાં 20.6, વેરાવળમાં 22, દ્વારકામાં 23.5, ઓખામાં 24.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. નોંધનીય છે કે, ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ બદરીનાથમાં ગયા સપ્તાહે થયેલી પહેલી હિમવર્ષા બાદ ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. બદરીનાથ ધામમાં ઠંડી એટલી વધી ગઈ છે કે અનેક છોડવાઓ પર બરફ જામી ગયો. જોકે તીર્થયાત્રીઓ આ સિઝનની મજા માણતા જોવા મળી રહયા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget