શોધખોળ કરો

Gujarat Rain Forecast: આગામી 5 દિવસ આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘો મેહરબાન થયો હતો. બનાસકાંઠા, ગાંધીનગર,મહિસાગર સહિત અનેક જિલ્લામાં મેઘમહેરથી લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને રાહત મળી છે

Gujarat Rain Forecast: ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ બાદ હવે ફરી મોનસૂન એક્ટિવ થયું છે.બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ફરી આજથી આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની સંભાવના  છે. ઉપરાંત દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં  વરસાદ વરસી શકે છે.

 આજે પણ ગુજરાતના અનેક જિલ્લામાં મેઘો મેહરબાન થયો હતો. બનાસકાંઠા, ગાંધીનગર,મહિસાગર સહિત અનેક જિલ્લામાં મેઘમહેરથી લાંબા સમયથી રાહ જોતા ખેડૂતોને રાહત મળી છે. ઉભા પાકને પણ જાણે જીવંતદાન મળ્યું છે. બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદથી પાકને જીવંતદાન મળ્યું છે. છોટાઉદેપુર, મહીસાગર, દાહોદમાં પણ મેઘમહેરબાન થયો છે.

વલસાડ, તાપી, નવસારી, ડાંગમાં પણ સારો વરસાદ વરસતા પાકને નવજીવન મળ્યું છે. બનાસકાંઠાના પાલનપુર, વડગામના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળવાની સાથે પાકને જીવંતદાન મળ્યું છે.

અરવલ્લીના મેઘરજ, બાયડ અને સાઠંબામાં પણ  વરસાદે મેઘની રાહ જોતા પાકની તરસ છીપાવી છે. મહીસાગરના લુણાવાડા, વીરપુર, કડાણા તાલુકામાં પણ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં વાવેતર કરેલ મકાઈ સોયાબીન ડાંગર અને ઘાસચારાના પાકને જ્યારે પાણીની જરૂર હતી ત્યારે જ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ

24 કલાકમાં ડાંગના વધઈમાં છ ઈંચ વરસાદ

24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ

24 કલાકમાં ડાંગ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં સુબિર તાલુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં વલસાડના કપરાડામાં અઢી ઈંચ વરસાદ

24 કલાકમાં તાપીના સોનગઢમાં અઢી ઈંચ વરસાદ

24 કલાકમાં ખેડાના કઠલાલમાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં ધરમપુર અને ડેડીયાપાડામાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં વઢવાડ અને મોરવાહડફમાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં વાલોડ અને છોટાઉદેપુરમાં પોણા 2 ઈંચ વરસાદ

24 કલાકમાં દાંતા, ડોલવણ અને ઉચ્છલમાં દોઢ ઈંચ વરસાદ

ખેરગામ, લુણાવાડા અને બારડોલીમાં એક ઈંચ વરસાદ

24 કલાકમાં પારડી અને સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં પલસાણા અને દસાડામાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં જલાલપોર અને ધ્રાંગધ્રામાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં સાયલા અને નેત્રંગમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં મહુધા અને ગરુડેશ્વરમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં સતલાસણા અને વિરપુરમાં 1 ઈંચ વરસાદ

24 કલાકમાં વાપી અને જોટાણામાં 1 ઈંચ વરસાદ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget