શોધખોળ કરો
Advertisement
જૂનાગઢમાં ભાજપે કોને બનાવ્યા મેયર, ડેપ્યુટી મેયર તરીકે કોની કરી નિમણૂક, જાણો વિગત
જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપે સતત બીજી વખત સત્તા મેળવ્યા બાદ આજે ચૂંટાયેલા 54 સભ્યોની બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિતિમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
જૂનાગઢઃ જૂનાગઢ કોર્પોરેશનમાં ભાજપે સતત બીજી વખત સત્તા મેળવ્યા બાદ આજે ચૂંટાયેલા 54 સભ્યોની બેઠક મળી હતી. જેમાં ગોરધન ઝડફિયા અને નીતિન ભારદ્વાજની ઉપસ્થિતિમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
જેમાં મેયર તરીકે ધીરૂભાઇ ગોહેલ અને ડેપ્યુટી મેયર તરીકે હિમાંશુ પંડ્યાની વરણી કરવામાં આવી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાકેશ ધુલેસીયા, શાસક પક્ષના નેતા તરીકે નટુભાઇ પાટોડીયા અને દંડક તરીકે ધર્મન ડાંગરની વરણી કરવામાં આવી હતી. જૂનાગઢ મનપાની ચૂંટણી બાદ પહેલી જનરલ બોર્ડની મિટિંગ મળી હતી.
જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં 59 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં 54 બેઠક પર ભાજપનો વિજય થયો હતો અને ભાજપ બાદ એનસીપીએ બહુમતિ મેળવી 4 બેઠક પર જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસના માત્ર એક બેઠક પર જીત મળી હતી. જૂનાગઢ મનપાને કોંગ્રેસમુક્ત કરવા ભાજપને એક બેઠક નડી હતી.
આવી રહ્યો છે નવો Jio ફોન, જાણો શું હશે તેમાં ખાસ
ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે આવી અધધ અરજી, આંકડો જાણીને ચોંકી જશો
અમદાવાદમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી મોટી આગાહી, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement