(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ડોકટર્સની હડતાલનો આજે છઠ્ઠો દિવસ, તબીબો કેમ છે નારાજ, શું છે માંગણી, જાણો
ગુજરાતની 6 મેડિકલ કોલેજ જેના બોન્ડેડ ડોકટરની હડતાલ આજે છઠ્ઠા દિવસે પણ યથાવત છે, જાણો શું છે ડોક્ટરની માંગણી
ગુજરાતની 6 મેડિકલ કોલેજ જેના બોન્ડેડ ડોકટરની હડતાલ આજે છઠ્ઠા દિવસે પણ યથાવત છે. આજે હડતાલ પર બેઠેલા તબીતો કોરોના વોરિયર્સના સન્માન પત્રો એકત્રિત કરીને સિવિલ સુપરિટેન્ડેટ પરત આપવા એકઠા થયાં હતા. તબીબોનું કહેવું છે કે, હાલ તો સરકારે તેમને આ સન્માન પત્ર પરત આપ્યાં છે પરંતુ જો અમારી માંગણી નહીં સ્વીકારાય તો સન્માન પત્ર પરત કરી દેવાશે.
અહીં આ પણ વાંચો ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યું એલાન? જાણો વિગત
ડોક્ટરની શું છે માંગણી
કોરોનાની મહામારીમાં એપ્રિલ માસમાં જ્યારે કેસ વધુ હતા ત્યારે સરકારે એક દિવસની બોન્ડ ડ્યૂટીને બે દિવસમાં કાઉન્ટ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ 6 મહિનાની કોવિડ વોર્ડમાં ડ્યૂટીને એક વર્ષના બોન્ડ સમાન ગણાય જો કે જુલાઇમાં સરકારે ફરી નવો સર્ક્યુલર બહાર પાડ્યો અને જુનુ ડ્યુટીની ફોર્મૂલાને જ લાગુ કરી દીધી. જેના ડોક્ટર્સ વિરોધ કરી રહ્યાં છે. આ સાથે બોન્ડેડ તબીબોની અન્ય પણ માંગણી કરી છે.
બોન્ડેડ તબીબોની શું છે માંગણી
જુનિયનર ડોક્ટર્સને સાતમા પગાર પંચ મુજબ વેતન અપાય.
જુના ફોર્મૂલા મુજબ કોવિડ વોર્ડની ડ્યૂટી ડબલ કાઉન્ટ કરવામાં આવે
- પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય.
- અન્ય રાજ્યોની મારફત SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.
રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ
- અન્ય મેડિકલ અધિકારીની જેમ જ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે
- ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમના અભ્યાસમાં ખલેલ પડી છે. માત્ર શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.
- અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગૂ કરવામાં આવે
હડતાલ પર ઉતરેલા તબીબોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ ઉપરોક્ત તમામ માંગણીઓ સંતોષાવામાં નહીં આવે તો ટૂંક સમયમાં JDA તેમજ તમામ ગર્વમેન્ટ મેડિકલ કોલેજના પાસ આઉટ વિદ્યાર્થીઓ પણ હડતાલમાં જોડાશે,