શોધખોળ કરો

લોકડાઉન દરમિયાન લોન પર વ્યાજ માફી મુદ્દે રિઝર્વ બેંકે બેંકોને આપ્યો આદેશ, જાણો ગ્રાહકોને શું થશે ફાયદો

શક્તિકાંત દાસે જણાવ્યું કે, કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેમ છતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. જો કે, જે રીતે હાલ કેસ વધ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે પરંતુ ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે.

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની 3 દિવસીય બેઠક બુધવારે પૂરી થઈ હતી. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) વ્યાજના દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ કારણે લોનના ઈએમઆઈ (EMI) પર વધુ રાહત નહીં મળે. રિઝર્વ બેંકે રેપો રેટને 4 ટકા જાળવી રાખ્યો છે.

આરબીઆઈએ શું આપ્યો આદેશ

આ સિવાય  ગત વર્ષે કોરોના લોકડાઉન (Lockdown)  દરમિયાન લોન મોરેટોરિયમનો (Loan Moratorium) લાભ લીધા બાદ વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો સારા સમાચારછે. રિઝર્વ બેંકે બુધવારે બેંકો અને એનબીએફસી (NBFC) કંપનીઓને ઋણદારો પાસેથી ગત વર્ષે છ મહિનાના સમયગાળા માટે લેવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજને પરત કરવા નિર્દેશક મંડળને તાત્કાલિક મંજૂરી આપી લાગુ કરવા આદેશ કર્યો હતો. RBIના આ ફેંસલાથી લોન લેનારા અને લોકડાઉન દરમિયાન ઈએમઆઈ નહીં ભરનારા ગ્રાહકોને ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં ચૂકવવું પડે. રિઝર્વ બેંકે ગત મહિને તેના એક ફેંસલામાં આ સમયગાળા દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજ લેવા પર રોક લગાવી હતી. રિઝર્વ બેંકે ગત વર્ષે કોવિડ-19 મહામારી દરમિયાન ઋણદારોને રાહત પેકેજ આપતાં તેમણે ચૂકવવાના થતાં ઈએમઆઈ (EMI) પર રોક લગાવી હતી. ઋણદારોને લોન નહીં ચૂકવવા માટેની મુદત પહેલા 1 માર્ચથી લઈને 31 મે સુધી બાદમાં વધુ ત્રણ મહિના લંબાવીને 31 ઓગસ્ટ કરી દીધી હતી.

 કોરોનાને લઈ આરબીઆઈ ગવર્નરે શું કહ્યું...

શક્તિકાંત દાસે જણાવ્યું કે, કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેમ છતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. જો કે, જે રીતે હાલ કેસ વધ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે પરંતુ ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી 5 ટકાની ઉંચાઈ પર રહી તેમ છતા તે રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાની અંદર જ છે. રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા જાળવી રાખ્યો છે. રેપો રેટ એટલે એવો દર જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એટલે રિઝર્વ બેંક પોતાના પાસે પૈસા જમા કરાવવા પર બેંકોને જે વ્યાજ આપે તે. 

રિકવરીમાં અનિશ્ચિતતા

દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં આર્થિક સ્થિતિ સુધરી રહી છે. જો કે કેસો જે ઝડપથી વધી રહ્યા છે તેને કારણે રિકવરીમાં  અનિશ્ચિતતા  ઊભી થઈ છે, એમ  આરબીઆઈના  ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. દેશ કોઈપણ પડકારોનો સામનો કરવા સજ્જ છે.  કોરોના વિરુદ્ધની રસીને કારણે અર્થતંત્રમાં ગતિ સાથે વર્તમાન નાણાં વર્ષમાં મજબૂતાઈની શકયતામાં વધારો થયો હતો પરંતુ કોરોનાએ ઉથલો મારતા અને કેસમાં થઈ રહેલા ઝડપી વધારાને કારણે વ્યાપક અનિશ્ચિતતા ઊભી થયાનું દાસે જણાવ્યું હતું.

Coronavirus: ભારતમાં કોરોનાનો રાફડો ફાટતાં આ જાણીતા દેશે ભારતથી આવતાં લોકો પર લગાવી દીધો પ્રતિબંધ, જાણો વિગતે

રૂપાણીના દિકરાના લગ્ન હોવાથી રાજ્યમાં નથી લાદવામાં આવ્યું લોકડાઉન ? જાણો મુખ્યમંત્રીએ શું કરી સ્પષ્ટતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Embed widget