(Source: ECI/ABP News/ABP Majha)
કચ્છના દુધઈમાં વિજય સરઘસમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા હોવા મુદ્દે પોલીસે શું કરી સ્પષ્ટતા?
કચ્છના દુધઇમાં વિજય સરઘસમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા હોવા મુદ્દે પોલીસ અને સરપંચે સ્પષ્ટતા કરી હતી કે આ એક ગેરસમજ હતી.
કચ્છઃ કચ્છના દુધઈમાં વિજય સરઘસમાં પાકિસ્તાન સમર્થનના નારા લાગ્યા હોવા મુદ્દે પોલીસે સ્પષ્ટતા કરી હતી. કચ્છના દુધઇમાં વિજય સરઘસમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા હોવા મુદ્દે પોલીસ અને સરપંચે સ્પષ્ટતા કરી હતી કે આ એક ગેરસમજ હતી.
આ મામલે પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલે પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વ ક્ચ્છ પોલીસે વાયરલ વીડિયોની ઝીણવટભરી તપાસ કરી છે. તે સિવાય વાયરલ વીડિયોમાં દેખાતા શખ્સોની પણ પૂછપરછ કરાઇ છે. વધુમાં મયૂર પાટીલે કહ્યું કે વાયરલ વીડિયોમાં પાકિસ્તાન જીંદાબાદની નારેબાજી થઈ નથી. આ વીડિયોને ખોટી રીતે પ્રકાશિત કરવામાં આવ્યો છે. વીડિયોને ખોટી રીતે વાયરલ કરનારા સામે પણ પગલા લઇશું.
Trending News: માતાની એક ભૂલથી પુત્રને થયું 3000 કરોડ રૂપિયાનું નુકસાન, ખુદ જણાવી બરબાદીની કહાની
રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી