Anand Rain: ખંભાત મુખ્ય બજારમાં ટાવર પર વીજળી પડી, Live દ્રશ્યો કેમેરામાં કેદ, VIDEO
ખંભાતમાં વીજળી પડવાની ઘટના બની હતી. ખંભાત મુખ્ય બજારમાં ટાવર પર વીજળી પડી હતી. વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

આણંદ: ખંભાતમાં વીજળી પડવાની ઘટના બની હતી. ખંભાત મુખ્ય બજારમાં ટાવર પર વીજળી પડી હતી. વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. મોડી રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદ દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી. સદનસીબે આ વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વીજળી પડતા આસપાસના રહેવાસીઓમાં દહેશતનો માહોલ છે.
#Gujarat ખંભાત મુખ્ય બજારમાં ટાવર પર વીજળી પડી, Live દ્રશ્યો કેમેરામાં કેદ #GujaratRain pic.twitter.com/yeMP1PWNYX
— ABP Asmita (@abpasmitatv) June 15, 2025
વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ
આણંદના ખંભાતમાં વીજળી પડવાનાની ઘટના બની છે. વીજળી પડવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. મોબાઈલ ટાવર પર આકાશી વીજળી પડી હતી. વીજળી પડવાના દ્રશ્યો સ્થાનિકોના મોબાઈલમાં કેદ થયા હતા. વીજળી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વાવાઝોડાથી બે વૃક્ષો ધરાશાયી થયા
આણંદ-સોજિત્રા રોડ પર વાવાઝોડાથી બે વૃક્ષો ધરાશાયી થયા હતા. રોડ પર પસાર થઇ રહેલા વાહનોને નુકસાન થયું છે. આણંદ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાના કારણે આણંદ-સોજિત્રા રોડ પર બે વિશાળ વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘટનાની જાણ થતા જ આણંદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ધરાશાયી થયેલા વૃક્ષો નીચે એક રીક્ષા અને એક કાર દબાઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. દબાયેલા વાહનોને બહાર કાઢ્યા હતા. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
હવામાન વિભાગની વરસાદને લઈ આગાહી
ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી કરી છે. આજે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે રાહતના સમાચાર લઈને આવી છે, જ્યાં લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે.
ગુજરાતમાં એક-બે દિવસ બાદ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ જશે. દક્ષિણ બાદ ઉત્તરના રાજ્યોમાં ચોમાસું એક્ટિવ થશે, પરંતુ હાલમાં વરસાદે કેટલાક ભાગોમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. હાલમાં જ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે. હવામાનના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું અનુમાન સેવાઇ રહ્યું છે. આજે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.





















