શોધખોળ કરો
Advertisement
Gujarat Election 2021: ગુજરાતના આ જિલ્લામાં બૂથ કેપ્ચરિંગનો પ્રયાસ અને EVMમાં તોડફોડ, જાણો
બપોરે 3.30 સુધીમાં નગરપાલિકામાં 39.95 ટકા, જિ.પંચાયતમાં 40.38 ટકા અને તાલુકા પંચાયત 42.93 ટકા મતદાન થયું છે.
દાહોદ: દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં EVM તોડવાની ઘટના બની છે. ધોડીયા મુખ્ય પ્રાથમિક શાળામા આ ઘટના બની છે. બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. બે EVMમાં તોડફોડ કરવામાં આવી છે.
આ ઘટનાની ગંભીરતાને લઈને દાહોદ જીલ્લા પોલીસ વડા, રેન્જ આઈ જી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન ચાલું છે. વહેલી સવારથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્યમ ગુજરાતના તમામ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. બપોરે 3.30 સુધીમાં નગરપાલિકામાં 39.95 ટકા, જિ.પંચાયતમાં 40.38 ટકા અને તાલુકા પંચાયત 42.93 ટકા મતદાન થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion