શોધખોળ કરો
ઉત્તર ગુજરાતનું વધુ એક શહેર એક અઠવાડિયા માટે રહેશે લોકડાઉન? જાણો કેમ લીધો આ નિર્ણય
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે અને દિવસે ને દિવસે કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠાના ઈડરના તમામ વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો
![ઉત્તર ગુજરાતનું વધુ એક શહેર એક અઠવાડિયા માટે રહેશે લોકડાઉન? જાણો કેમ લીધો આ નિર્ણય Lockdown in Idar at Sabarkantha ઉત્તર ગુજરાતનું વધુ એક શહેર એક અઠવાડિયા માટે રહેશે લોકડાઉન? જાણો કેમ લીધો આ નિર્ણય](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/27143628/Idar.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ફેલાઈ રહ્યું છે અને દિવસે ને દિવસે કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે તેને રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જોકે કોરોના રોકાવવાનું નામ જ નથી લેતો. ત્યારે સાબરકાંઠાના ઈડર શહેરના વેપારીઓએ મહત્વનો નિર્ણય કર્યો છે. ઈડરના તમામ વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સાબરકાંઠાના ઈડર શહેરના કોરોના સંક્રમણને અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઈડરના તમામ વેપારી એસોસિએશનની બેઠક મળી હતી તેમાં વાસણ, કાપડ મહાજન, સોની, નોવેલ્ટી, ઓટો પાર્ટ્સ, સીડ્સ અને બુટ-ચપ્પ એસોસીએશનની સ્વૈચ્છિક બેઠક યોજાઈ હતી. તેમાં વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મહત્વની વાત એ છે કે, ઈડરમાં સોમવારથી શનિવાર સુધી એટલે કે એક અઠવાડિયું તમામ દુકાનો બંધ રહેશે. ઈડરનું બજાર સપ્તાહ માટે સ્વયંભૂ બંધ રહેશે.
નોંધનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધતા સાબરકાંઠાના એક ગામમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. હાથરોલ ગામમા 16 કોરોના પોઝિટીવ કેસ નોંધાતા એક સપ્તાહ માટે લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાથરોલ ગામમા અવરજવર અને દુકાનો બંધ કરી દેવાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)