Lok Sabha: માર્ચના ત્રીજા સપ્તાહમાં લોકસભા ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ, વિકાસલક્ષી કાર્યક્રમો થયા જાહેર
સમગ્ર દેશભરમાં તમામ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીને લઇને સજ્જ થઇ ગયા છે. ગુજરાતમાં પણ 2024ની લોકસભા ચૂંટણીને ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષો તૈયાર છે
Lok Sabha Updates: સમગ્ર દેશભરમાં તમામ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીને લઇને સજ્જ થઇ ગયા છે. ગુજરાતમાં પણ 2024ની લોકસભા ચૂંટણીને ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષો તૈયાર છે. ત્યારે લોકસભાની ચૂંટણીને લઇને મોટું અપડેટ સામે આવ્યું છે કે, આગામી સમયમાં એટલે કે માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહમાં લોકસભાની ચૂંટણી જાહેર થવાની શક્યતાઓ છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે, આગામી લોકસભા 2024ની ચૂંટણી માર્ચના ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની શક્યતાઓ છે. કેમકે આગામી દસ દિવસો માટેના પીએમના તમામ કાર્યકર્મો જાહેર થયા છે. આ કાર્યક્રમોમાં રોજના ત્રણ કાર્યક્રમ પીએમના વિવિધ વિસ્તારોમાં યોજાશે. તમામ કાર્યક્રમો વિકાસલક્ષી હોવાથી ચૂંટણીપંચનું આયોજન છે. પીએમના કાર્યક્રમ પૉલિટીકલ ના હોવાનું ચૂંટણીપંચનું આયોજન છે. આગામી 12મી માર્ચ સુધી પીએમના કાર્યક્રમો જાહેર થયા છે.
લોકસભાની બાકીની 11 બેઠકો પર ભાજપ ઉમેદવાર રિપિટ ન કરે તેવી શક્યતા, જાણો કોના નામની છે ચર્ચા
લોકસભાની 26પૈકી 15 બેઠકો પર ભાજપે પહેલી યાદી જાહેર કર્યા બાદ હવે બાકીની 11 બેઠકો પર કોણ ઉમેદવાર હશે તેને લઈને ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ભાજપની બીજી યાદી માટે 6 માર્ચે કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક રીતે જ આ બેઠકોના સાંસદોને રિપિટ કરાશે કે નહીં તેને લઈને અનેક તર્ક વિતર્ક છે. જો કે આ બેઠકો પર સાંસદોને રિપિટ કરવાના સ્થાને મહત્તમ નવા ચહેરા ઉતારાય તેવો તર્ક છે.
દશકોથી ગઢ એવી મહેસાણા બેઠક પર પાટીદારો અને તે પણ કડવા પાટીદાર મતદાતાઓનું પ્રભુત્વ હોવાને કારણે મહેસાણા બેઠક પરથી કડવા પાટીદાર સમાજની કોઈ મહિલાને ભારતીય જનતા પક્ષ ટિકિટ આપે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગર બેઠક પર કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાને રિપિટ કરાવવાની શક્યતા ઘણી ઓછી છે. જો કે આ બેઠક પરથી કોળી સમાજના કોઈ એક ચહેરાને ભાજપ ટિકિટ ફાળવી શકે છે. ભાવનગર બેઠક પર ભારતીબેન શિયાળને રિપિટ ન કરાય તે સંજોગોમાં કોળી સમાજના જ યુવા નેતા એવા હીરા સોલંકીને ટિકિટ ફાળવી અમરીશ ડેરને કૉંગ્રેસમાંથી લાવવાની રણનીતિ ઘડાઈ હોવાની ચર્ચા અને તર્ક છે.
સાબરકાંઠામાં દિપસિંહ રાઠોડને ફરીથી ટિકિટ મળે તેની શક્યતા ઓછી જોવાઈ રહી છે. આ સંજોગોમાં સાબરકાંઠા બેઠકથી ઓબીસી સમાજના ઠાકોર ઉમેદવાર પર હાઈકમાન્ડ કોઈ નવા જ ચહેરા પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. અમદાવાદ પૂર્વ બેઠકથી ભાજપ હસમુખ પટેલને ફરીથી લોકસભાની ટિકિટ મળી શકે છે. તેમ છતા છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાય તો નક્કી નહીં. દાહોદ અને વલસાડમાં આદિવાસી ઉમેદવાર તરીકે કોને ટિકિટ મળે તેવી અટકળો ચાલીર હી છે. આ બંન્ને બેઠકો પૈકી એક બેઠક પર વર્તમાન સાંસદનું પત્તુ કપાઈ શકે છે. સુરતમાં ગોવિંદ ધોળકીયાને રાજ્યસભામાં તક મળી હોવાથી કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ માટે હજુ પણ લોકસભામાં જવાનો માર્ગ ખુલ્લો છે. જો કે દર્શનાબેનને રિપિટ ન કરાય તો સ્થાનિક શિક્ષિત મહિલાને ભાજપ ચૂંટણી મેદાને ઉતારી શકે છે.