શોધખોળ કરો
Advertisement
જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વે મેળો યોજાશે કે નહીં? મનપાએ શું તૈયારી બતાવી જાણો
મહાશિવરાત્રિના પર્વે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા મેળાને લઇને મનપા દ્રારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. તૈયારીઓને જોતા મેળો યોજાઇ તેવા સંકેત મળી રહ્યાં છે.
જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતો શિવરાત્રિનો મેળાને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા મેળા માટે તૈયારી શરૂ કરી દેવાઇ છે. આગામી 11 માર્ચે શિવરાત્રી છે. જો કે કોરોના કાળમાં મેળો યોજાશે કે નહીં તે મુદ્દે સરકાર તરફથી કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.
શિવભક્તોના આસ્થાનું ધામ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીનો મેળો અને સાધુ બાવાની રવેડીનું ખૂબ જ મહત્વ છે. શિવરાત્રિના પર્વમાં યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે. જૂનાગઢ મહાનગરપાલિકાને હજુ સુધી સરકાર તરફથી મેળા અંગે કોઇ સૂચના નથી અપાઇ ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાની તૈયારમાં લાગી ગઇ છે.
નોંધનિય છે કે, 11 માર્ચે શિવરાત્રી છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેળાની પ્રાથમિક રીતે તૈયારી શરૂ કરી દેવાઇ છે. મહાનગરપાલિકાની તૈયારીનો જોતો ભક્તો આશા સેવી રહ્યાં છે કે, મેળો યોજાશે. રાજ્યમાં વેક્શિનેશન શરૂ થયાની સાથે સરકાર દ્રારા ધોરણ 9થી10નાં વર્ગોને પરવાનગી આપ્યાની સાથે કેટલીક છૂટછાટ અપાઇ રહી છે ત્યારે સરકાર તરફથી મેળાની પણ પરવાનગી મળે તેવા સંકેત જોવાઇ રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement