Mahesana: માતા-પિતાએ જ 32 દિવસની દીકરીને ઉતારી દીધી મોતને ઘાટ, કારણ જાણીને લાગી જશે આઘાત, કોની સતર્કતાથી ભાંડો ફૂટ્યો ?
કડીના કરણનગર રોડ પરના રાજભુમિ ફ્લેટમાં માતા-પિતાએ હેવાન બનીને 1 માસ અને 2 દિવસ ની બાળકી નું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. પુત્રની અપેક્ષા રાખતા દંપતિને ત્યાં બીજી દીકરીનો જન્મ થતાં માતા પિતા હેવાન બનાયાં ને દીકરીની હત્યા કરી દીધી.
મહેસાણાઃ કડીમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટનામાં પુત્રની અપેક્ષા રાખતા દંપતિને ત્યાં બીજી દીકરી જન્મતાં દંપતિએ જ માત્ર 32 દિવસની દીકરીને મોતને ઘાચ ઉતારી દીધી હતી. એ પછી આ હત્યાને તેમણે અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરી હતી. જો કે ડોક્ટરે સતર્કતા બતાવીને પોલીસને જાણ કરતાં દંપતિનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ, દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ સામે ફરિયાદ નોંધી છે. આ દીકરીનું નામ મિષ્ટી રાખ્યું હતું.
કડીના કરણનગર રોડ પરના રાજભુમિ ફ્લેટમાં માતા-પિતાએ હેવાન બનીને 1 માસ અને 2 દિવસ ની બાળકી નું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. પુત્રની અપેક્ષા રાખતા દંપતિને ત્યાં બીજી દીકરીનો જન્મ થતાં માતા પિતા હેવાન બનાયાં ને દીકરીની હત્યા કરી દીધી. એ પછી તેમણે દીકરી ના મોત ને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરીને તેને ડોક્ટર પાસે લઈ ગયાં હતા. જો કે ડોક્ટરે ગળા પર નિશાન જોતાં પોલીસનેજાણ કરી હતી. પોલીસ ની તપાસમાં બાળકી ની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં નાયબ પોલીસ અધિક્ષક ખુદ ફરિયાદી બન્યા છે.
આ કેસમાં અગાઉ અકસ્માત મોત અંગે ફરિયાદ દાખલ થઈ હતી પણ પોલીસ ની તપાસમાં હત્યા થઈ હોવાનું ખુલતા માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ, દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે.