રાજ્યમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી, જાણો અમદાવાદમાં કેટલે પહોંચશે તાપમાન?
રાજ્યના શહેરોમાં નોંધાયેલા ઠંડીના આંકડા પર નજર કરીએ તો નલિયામાં સૌથી ઓછુ 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 11.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે
ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. જ્યારે 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠુંડુગાર શહેર નોંધાયું હતું.
કચ્છમાં શીતલહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડી શકે છે. આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘડાટાની શક્યતા છે. રાજ્યના શહેરોમાં નોંધાયેલા ઠંડીના આંકડા પર નજર કરીએ તો નલિયામાં સૌથી ઓછુ 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 11.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ડીસામાં ઠંડીનો પારો 12.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ભૂજમાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યો છે.
ગાંધીનગર અને વલસાડમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 15.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો સુરેંદ્રનગરમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયુ. અમરેલીમાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ભાવનગર અને કેશોદમાં ઠંડીનો પારો 16.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વડોદરામાં ઠંડીનો પારો 17 ડિગ્રી, રાજકોટમાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી, મહુવામાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી, દિવમાં ઠંડીનો પારો 18.9 ડિગ્રી, સુરતમાં ઠંડીનો પારો 19.6 ડિગ્રી તો સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 20.4 ડિગ્રી પર પહોંચ્યો છે.
ગુજરાતીઓના પ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો પણ સહેલાણીઓ આનંદ માણી રહ્યા છે.સર્વત્ર બરફની સફેદ ચાદર ફેલાયેલી જોવા મળી રહી છે. પર્યટકોની ગાડીઓ તથા અન્ય વાહનો પર પણ બરફ આચ્છાદિત થયા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ઝીરો ડિગ્રીએ પહોંચ્યો હોવા છતાં પર્યટકોનાં ઉત્સાહમાં કોઈ કમી આવી નથી.
અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન હવે 22 ડિસેમ્બરથી સપ્તાહમાં આટલા દિવસ દોડશે
રાજ્યમાં એક જ સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં 60%નો ધરખમ વધારો, આ શહેરમાં સૌથી વધુ એક્ટિવ કેસ
India Corona Cases: ઓમિક્રોનના ફફડાટ વચ્ચે દેશમાં કોરોનાના કેટલા કેસ નોંધાયા ? જાણો લેટેસ્ટ આંકડો