(Source: ECI/ABP News/ABP Majha)
Hamoon cyclone: હામુન વાવાઝોડાના કારણે આ રાજ્યમાં પડશે ભારે પવન સાથે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
આ વાવઝોડા સાથે વધુ એક વાવાઝોડુ અન્ય પણ આવશે, જોકે એવું માનવામાં આવે છે કે, આ ચક્રવાત એકદમ હળવું હશે..
Hamoon cyclone:હામુન ચક્રવાતને લઈને હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ગંભીર ચક્રવાત હાલમાં ઉત્તર-પશ્ચિમ અને તેની સાથે સંકળાયેલ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત હમુને ગઈકાલે સાંજથી લઈને આજ સુધી ગંભીર ચક્રવાતનું સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ ચક્રવાતની તીવ્રતા વધુ વધશે. આ ચક્રવાત આજે એટલે કે બુધવારે બાંગ્લાદેશમાં ટકરાયું. તે સમયે 65 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
આ રાજ્યોમાં વરસાદની શક્યતા
આ વાવઝોડા સાથે વધુ એક વાવાઝોડુ અન્ય પણ આવશે, જોકે એવું માનવામાં આવે છે કે, આ વાવાઝોડું એકદમ હળવું હશે.. તેની અસર બહુ નહીં થાય. પરંતુ વાવાઝોડુ હામુનના કારણે ઘણા વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. મિઝોરમ, ત્રિપુરા, મણિપુર અને નાગાલેન્ડ તેમજ આસામના દક્ષિણ ભાગોમાં વરસાદની ચેતવણી જાહેરકરવામાં આવી છે.
પવન જોરદાર ફૂંકાશે
આ સાથે પવનની ગતિ પણ ખૂબ જ ઝડપી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જોકે, રાહતની વાત એ છે કે ઉત્તર-પૂર્વ ભારત માટે ચેતાવણી જાહેર કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તમિલનાડુ અને કેરળમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આ રાજ્યોમાં પણ હવામાન વિભાગ અને અધિકારીઓ હાઈ એલર્ટ પર છે.
આ પણ વાંચો
રાજ્યમાં હાર્ટથી વધુ એક યુવતીએ ગુમાવી જિંદગી, 18 વર્ષિય જિજ્ઞાનું ઊંઘમાં જ હૃદય થઇ ગયું બંધ
આણંદના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહના ઘરેથી દારૂ ઝડપાયા બાદ પદ પરથી હકાલપટ્ટી
Death: હાર્ટ એટેકથી વધુ એક મોત, જામનગરનો 37 વર્ષીય યુવાન છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યો