શોધખોળ કરો

સગીર વયની દીકરીઓના ખોટા દસ્તાવેજના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર, જાણો વિગતો

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી સગીર વયની દીકરીઓને ખોટા દસ્તાવેજના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે.

રાજકોટ:  સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાંથી સગીર વયની દીકરીઓને ખોટા દસ્તાવેજના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે.  અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાઓની સગીરાઓના ખોટા દસ્તાવેજ બનાવીને કાવતરાને અંજામ અપાતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હાઈકોર્ટમાં થયેલી હેબિયર્સ કોપર્સ પિટિશનમાં આ રજૂઆત કરવામાં આવી છે.

એક સગીરાના પિતાએ આખા કૌભાંડની વિગત સાથે કોર્ટમાં પિટિશન કરી હતી. સગીર વયની દીકરીઓને રો- રો ફેરી મારફતે સુરત લઈ જવાતી હતી.  જ્યાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને લગ્ન કરાવી આપતા હતાં.  આ કૌભાંડમાં ચીફ ઓફિસર, તલાટી, નોટરી અને અન્ય અધિકારીઓની પણ સાંઠગાંઠ હોવાનો આરોપ લાગ્યો છે.  હાઈકોર્ટે આ કેસમાં તળાજાના PSI, ચીફ ઓફિસર સહિતના સંલગ્ન અધિકારીઓને નોટિસ ઈશ્યુ કરી છે.  જવાબદારોને 28 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે. 

વેરાવળના નામાંકિત ડોક્ટરની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર

વેરાવળના નામાંકિત ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના તબીબ ડો.જલ્પાન રુપાપરાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.  પોસ્ટમાં અતુલ ચલ રુપિયાને લઈને ચિંતામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજથી 8 થી 10 મહિના પહેલા અતુલ ચગ સાથે વાત થઈ હતી તેમ ડોક્ટર જલ્પાને લખ્યું છે. ડોક્ટર રુપાપરાએ દાવો કર્યો છે કે, ડોક્ટર અતુલ ચગને નારણ ચુડાસમા પાસેથી 2થી 2.5 કરોડ રુપિયા લેવાના હતા. નારણ ચૂડાસમા અને રાજેશ ચૂડાસમા રુપિયા આપતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજકીય પીઠબળ હોવાથી બંને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન

 ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે.  તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.  ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે,  ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.

શું કહ્યું પરિમલ નથવાણીએ?

પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.  ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
WhatsAppની ભારતીય એકાઉન્ટ્સ પર મોટી કાર્યવાહી, 66 લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Embed widget