ગુજરાત પાસેના હિલ સ્ટેશન માઉન્ટ આબૂમાં ઠંડીનો ચમકારો, માઇનસ 3 ડિગ્રીમાં ઠુંઠવાયા લોકો
ગુજરાત પાસેના હીલ સ્ટેશન માઉન્ટ આબુ માં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે. પ્રવાસીઓ સહિત સ્થાનિકો ઠંડીમાં ઠુંઠવાયા હતા.
બનાસકાંઠાઃ ગુજરાત પાસેના હીલ સ્ટેશન માઉન્ટ આબુ માં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે. પ્રવાસીઓ સહિત સ્થાનિકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઇ. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પાણી બરફથી થીઝી ગયા. વહેલી સવારે પ્રવાસીઓએ ચાય સાથે ઠંડીની મજા પણ માણી.
રાજ્યમાં અચાનક ઠંડીનું જોર વધ્યું છે. આગામી ત્રણ દિવસ ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટવાની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 6 શહેરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. હવામાન વિભાગે ઠંડી મામલે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરી છે. કોલ્ડવેવ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે. ત્રણ દિવસ બાદ 2 ડીગ્રી તાપમાન વધશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર કચ્છમાં નલિયા, કંડલા, રાજકોટ પોરબંદર, જૂનાગઢમાં કોલ્ડવેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં 18 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ રહેશે. 10 ડીગ્રી તાપમાન કોલ્ડવેવમાં રહે છે. નલિયામાં હાલમાં 5 ડીગ્રી તાપમાન છે. બાદમાં બે દિવસ નલિયામાં 6 ડીગ્રી તાપમાન રહેશે. હાલ અમદાવાદમાં 12 ડીગ્રી તાપમાન છે. ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. બનાસકાંઠા અને ગાંધીનગર કોલ્ડવેવ રહેશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રણ દિવસ સુધી થથરી જવાય એવી હાડ થીજવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. તેના કારણે આ વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. અચાનક હવામાન પલટાતા દિવસે ગરમી ઓછી લાગે છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું હતું. તેથી શિયાળાનો અહેસાસ થતો નહોતો. શિયાળો શરૂ થયો હોય એવું હવે લાગે છે.