શોધખોળ કરો

Morbi: મોરબીમાં એક પછી એક બાઇક સ્ટન્ટના વીડિયો વાયરલ થતાં લોકોમાં ભય, પોલીસતંત્ર પર ઉઠ્યા સવાલો....

મોરબીના હાઇવે પરથી એક પછી એક સ્ટન્ટ કરતાં વીડિયો સામે આવી રહ્યાં છે, રીલ્સ બનાવવાનાં ઘેલુ યુવાનોમાં જબરદસ્ત રીતે લાગી રહ્યુ છે

Morbi: મોરબીના હાઇવે પરથી એક પછી એક સ્ટન્ટ કરતાં વીડિયો સામે આવી રહ્યાં છે, રીલ્સ બનાવવાનાં ઘેલુ યુવાનોમાં જબરદસ્ત રીતે લાગી રહ્યુ છે, પરંતુ આવા સ્ટન્ટના કારણે શહેરીજનોમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. ખરેખરમાં, છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં હાઇવે પર યુવાનો દ્વારા બાઇક સવારીના સ્ટન્ટ્સ કરવામાં આવી રહ્યાં છે. હાલમાં બે ત્રણ વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યાં છે, જેમાં યુવાનો બીજાના જીવના જોખમે સ્ટન્ટ કરતાં દેખાઇ રહ્યાં છે. એક વીડિયોમાં શહેરમાં શરણેશ્વર મંદિર પાસે તેમજ હાઈવે પર રીલ્સ કરતાં યુવાનો દેખાઇ રહ્યાં છે. આ વીડિયો બાદ પોલીસતંત્ર સામે સવાલો ઉભા થયા છે, લોકો કહી રહ્યા છે કે આવા અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરશે કે નહીં.

મોરબીમાં સંતાનને ઠપકો આપતા માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો

મોરબીમાં એક યુવકને વહેલા ઉઠવા બાબતે ઠપકો આપતા આત્મહત્યા કરી લીધી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબીના ટંકારામાં રહેલા 27 વર્ષીય અતુલ ચાવડાને વહેલા ઉઠવા બાબતે ઠપકો આપવામાં આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ અતુલ ચાવડાને ગત 16 જૂનના રોજ તેની બાએ વહેલા ઉઠવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે તેને ખોટુ લાગતા તે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યો ગયો હતો.  જેને લઈ પરિવારે શોધખોળ કર્યા બાદ ટંકારા પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ડેમી ૨ ડેમમાંથી અતુલનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

બે બાળકીના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ

સરદીય વિસ્તારની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. થરાદની જમડા પુલ પાસે યુવકે જમ્પ લગાવ્યા હોવાની ઘટના સામે આવી સામે છે. થરાદ ફાયર બ્રિગેડ ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો છે. મૃતક યુવક લાખણીના ગણતા ગામનો હોવાની વાત સામે આવી છે. મૃતક યુવકની ઉંમર ૩૮ વર્ષની હતી. બે બાળકીના પિતાએ કેનાલમાં જમ્પ લગાવવાનું કારણ અકબંધ છે. મૃતદેહ બહાર કાઢી વાલી વારસાને સોંપવામાં આવ્યો છે. પોલીસ તપાસ બાદ જ યુવકના મોતને લઈને સાચી હકીકત સામે આવશે.

સુરતમાં ઉંઘવા બાબતે ઝઘડો થતા યુવતીએ આત્મહત્યા કરી

સુરતમાં એક 18 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આત્મહત્યા પાછળનું કારણ જાણીને તમને વિશ્વાસ નહી થાય. મળતી જાણકારી અનુસાર, સુરતના ઉન વિસ્તારમાં યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બહેન સાથે ઉંઘવાની વાતને લઈને થયેલા ઝઘડા બાદ યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. અંબાનગરની જાહેદા શેખ નામની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. સચિન GIDC પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ઉન વિસ્તારમાં બે સગી બહેનો વચ્ચે ઉંઘવા બાબતે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ મોડી રાત્રે જાહેદા શેખે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જાહેદા શેખ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સિલાઇ મશીન ચલાવતી હતી. ઘટનાની જાણ થતા જ સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદના જોધપુરમાં અથાણાંમાંથી નીકળી ગરોળીDelhi Rain | ધોધમાર વરસાદથી દિલ્હીથી થયું પાણી પાણી... જુઓ વીડિયોSurat | હવે સુરત મનપા ડ્રોન ઉડાવીને કરશે મચ્છરોનો નાશ, જુઓ વીડિયોમાંBanaskantha Rain | જિલ્લામાં ખાબક્યો ઝરમર વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Brest Cancer Symptoms:  TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
Brest Cancer Symptoms: TVની અક્ષરાને થયું બ્રેસ્ટ કેન્સર, જાણો આ બીમારીના લક્ષણ
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને હાઇકોર્ટમાંથી મળ્યા જામીન, પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
IND w vs SA w: શેફાલીએ રચ્યો ઇતિહાસ, સૌથી ઝડપી બેવડી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
Maharashtra Budget: મહિલાને દર મહિને 1500 રૂપિયા મળશે, પાંચ લોકોના પરિવારને મળશે ત્રણ મફત સિલેન્ડર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે રચ્યો ઇતિહાસ, 21 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી પ્રથમ કંપની બની
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
પેરુમાં 7.2ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
Embed widget