શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રના આ જિલ્લાની વધી મુશ્કેલી, નોંધાયા વધુ 3 કોરોનાના કેસ, જાણો વિગત
અમરેલી શહેરના લાઠી રોડ વિસ્તારના 71 વર્ષીય વૃદ્ધ , લીલીયા તાલુકાના સલડી ગામના 29 વર્ષીય યુવક અને સાવરકુંડલાના નાની વડાળ ગામના 70 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે.
અમરેલીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે વધુ ત્રણ કેસ નોંદઆયા છે. અમરેલી શહેરના લાઠી રોડ વિસ્તારના 71 વર્ષીય વૃદ્ધ , લીલીયા તાલુકાના સલડી ગામના 29 વર્ષીય યુવક અને સાવરકુંડલાના નાની વડાળ ગામના 70 વર્ષીય વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે.
આમ, જિલ્લામાંકોરોના પોઝિટિવ કેસની સંખ્યા 18 થઈ ગઈ છે. ની સામે 9 લોકો સ્વસ્થ થયા છે. તેમજ કુલ બે લોકોના મોત થયા છે. તેમજ હાલ 7 લોકો સારવાર હેઠળ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 477 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 31 દર્દીઓના મોત થયા છે. ગઈ કાલે 321 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,574 થઇ છે અને મૃત્યુઆંક 1280 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 31 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 24, સુરત, ગાંધીનગરમાં 2, સાબરકાંઠા, પંચમહાલ અને રાજકોટ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1280 લોકોનાં મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion