(Source: ECI/ABP News/ABP Majha)
Narmada: AAPના ધારાસભ્યએ કોને ખુલ્લી ધમકી આપી કહ્યું – અમારા વિસ્તારમાં પૂછ્યા વગર ભરાયા તો બહાર ન નીકળી શકો ?
Dediapada MLA Chaitar Vasava: ચૈતર વસાવા ડેડિયાપાડા મત વિસ્તારના સરપંચો અને આગેવાનો, ખેડૂતોના વીજળી પ્રશ્ન લઈ ડેડીયાપડા જી ઇ બી કચેરી ખાતે પહોંચા હતા.
Dediapada MLA Chaitar Vasava: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાયા છે. જેમાં નર્મદાના ડેડિયાપાડાના ચૈતર વસાવા પણ છે. ધારાસભ્ય બન્યા બાદ તેઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં લાગી ગયા છે.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાની વિદ્યુત બોર્ડવાળાને ખુલ્લી ચેલેન્જ આપતાં કહ્યું, જો અમારા વિસ્તારમાં પૂછ્યા વગર ભરાયા તો બહાર ના નીકળી શકો. ચૈતર વસાવા ડેડિયાપાડા મત વિસ્તારના સરપંચો અને આગેવાનો, ખેડૂતોના વીજળી પ્રશ્ન લઈ ડેડીયાપડા જી ઇ બી કચેરી ખાતે પહોંચા હતા. જ્યાં તેમણે પ્રજાના પ્રશ્નો વેહલી તકે હલ કરવા હાજર કર્મચારી ઓને સૂચના આપી હતી.
જે બાદ તેમણે કહ્યું ડેડીયાપડા કચેરી ખાતે પૂરતો સ્ટાફ પણ નથી. અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ છે, ડેડીયાપડા ના અનેક ગામો છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. ખેતરમાં જ્યારે TC બળી જાય ત્યારે ખેડૂતો 2 -3 મહિના સુધી ધક્કા ખાય છે તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી. આદીવાસી વિસ્તારમા આટલી બધી તકલીફો પડે છે ત્યારે ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા ક્યાં ગયા એ મારે સરકારને પૂછવું છે.
સૌરાષ્ટ્રના આ શહેરમાં PM મોદીના માતા હીરાબાની યાદમાં બનાવાશે ચેકડેમ, જાણો માત્ર કેટલા દિવસમાં થશે તૈયાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 30 ડિસેમ્બર, 2022ના રોજ નિધન થયું હતું. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતું કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં મૈને હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની યાદમાં રાજકોટના ન્યારી ડેમ પર ₹15 લાખના ખર્ચે હીરાબા ચેકડેમ બનાવવામાં આવશે. ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું આવતીકાલે ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગીર ગંગા ટ્રસ્ટના દિલીપ સખીયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. માત્ર આઠ દિવસમાં ચેકડેમ જેવું સરોવર બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ
મંગળવારના દિવસે કરો આ સરળ ઉપાય, બજરંગબલીની કૃપાથી પાર પડશે તમામ કામ