શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સૌરાષ્ટ્રના આ જિલ્લાની નથી ઘટી રહી મુશ્કેલીઃ આજે વધુ બે કેસ આવ્યા સામે, કેવી રીતે લાગ્યો ચેપ?
લખતર તાલુકાના ઢાંકી ગામના ૩૦ વર્ષના અને ચુડા તાલુકાના ખાંડીયા ગામના ૨૬ વર્ષના પુરુષ સહિત બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં એક તરફ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફરી રહ્યા છે, પરંતુ બીજી તરફ નવા કેસ સામે આવી રહ્યા છે. આજે બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, ત્યાં વધુ બે નવા કેસ સામે આવ્યા છે. લખતર તાલુકાના ઢાંકી ગામના ૩૦ વર્ષના અને ચુડા તાલુકાના ખાંડીયા ગામના ૨૬ વર્ષના પુરુષ સહિત બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બંને દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંનેની પ્રાથમિક તપાસમાં ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ તરફની હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 35એ પહોંચી છે. અત્યાર સુધીાં કુલ 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. આમ, જિલ્લામાં હાલ, 18 દર્દીઓ સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion