કચ્છ: જેલમાં કેદ વિદેશી મહિલાએ જેલ અધિક્ષક સામે લગાવ્યો જાતીય શોષણનો આરોપ, હાઇકોર્ટે આપ્યો મોટો આદેશ
કચ્છ: કચ્છની જેલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પાલારા જેલમાં કેદ નાઇજિરિયન મહિલા કેદી દ્વારા જેલ અધિક્ષક સામે જાતીય શોષણનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામી છે.
કચ્છ: કચ્છની જેલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પાલારા જેલમાં કેદ નાઇજિરિયન મહિલા કેદી દ્વારા જેલ અધિક્ષક સામે જાતીય શોષણનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામી છે. હવે મળતી માહિતી પ્રમાણે ભુજની પાલારા જેલ દુષ્કર્મ કેસમાં 15 દીવસમાં તપાસ કરી રિપોર્ટ કોર્ટમાં સોંપાશે. નોંધનિય છે કે, નાઇજિરિયન મહિલા દ્વારા સ્થાનિક કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ દાદ ન મળતા અંતે હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સોમવારે હાઇકોર્ટે ભુજ કોર્ટને મહત્વનો આદેશ આપ્યો છે જેને લઈને આગામી સમયમાં આ ચકચારી કેસમાં નવા ખુલાસા થવાની વકી છે. હાઇકોર્ટ દ્વારા ભુજ કોર્ટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, ફરિયાદ અન્વયે ભુજ કોર્ટ દ્વારા 15 દિવસમાં તપાસ કરીને સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરી અહેવાલ સોંપવાનો રહેશે.
જૂનાગઢ ભારતી આશ્રમમાં સન્નાટો, હરિ હરાનંદ બાપુ ગુમ થતા પોલીસ આવી એક્શનમાં
જૂનાગઢ: મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ સંપર્ક વિહોણા થતા ચકચાર મચી જવા પામી છે. મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ ગુમ થતા ભારતી આશ્રમ ખાતે સન્નાટો જોવા મળી રહ્યો છે. સેવકોએ પણ બોલવાનું ટાળ્યુ છે. આ ઉપરાંત આશ્રમના સંચાલક મહાદેવ ભારતી બહાર હોવાનું સેવકોએ જણાવ્યું છે. આ અંગે પોલીસે ગુમસુદાની ફરિયાદ દાખલ કરી છે. વડોદરા પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોતરાઈ છે. જે ચિઠ્ઠી અને વીડિયો વાયરલ થાય છે તે પોલીસે મેળવી ગુમ થવાનું કારણ શોધવા કવાયત શરુ કરી છે. પોલીસે હાઇવ નજીકના સીસીટીવી, મોબાઈલ લોકેશન અને કથિત સેવકોની તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો
અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો છે. સરખેજ ભારતી આશ્રમના વિવાદથી વ્યથિત મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થયા છે. વ્યથિત હોવાથી હરિહરાનંદ ભારતી બાપુ આશ્રમ છોડી નિકળી ગયા છે. ગત રાતથી હરિહરાનંદ ભારતીબાપુ સંપર્ક વિહોણા થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક પામ્યા બાદ હરિહરાનંદ ભારતી બાપુએ ગાદી સંભાળી છે.
આ દરમિયાન હરિહરાનંદ ભારતીબાપુનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ ગુમ થયાનું કારણ પણ જણાવી રહ્યાં છે. વિડીયોમાં તેઓ કહી રહ્યાં છે કે આશ્રમના વીલમાં નામ હોવા છતાં તેમની સાથે કાવાદાવા થયા. આ ઉપરાંત ઘણા સમયથી ધાક ધમકીઓ પણ મળી રહી છે.તો તેમના નામે એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં તેમણે લખ્યું છે.
“ હું લખનાર હરિહરાનંદ ભારતી, સરખેજ ભરતી આશ્રમનો વિવાદ મારા ગુરુ બ્રહ્મલિન થયા બાદ ખુબ થયો છે. વીલ મારા નામનો છે, છતાં પણ હું સનાથળ આપવા તૈયાર હતો. આ વિવાદનું નિવારણ કઈ આવતું નથી. કોઈ મારુ કહ્યું માનતા નથી, હું મૂંઝાણો છું. હું કંટાળીને નીકળી ગયો છું. મને એન કેન રીતે બદનામ કરે છે, ખોટા દબાણ કરે છે. લિ. હરિહરાનંદ ભારતી”