શોધખોળ કરો

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ

આ રસપ્રદ લેખમાં અમે આપને પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો વિશે વાત કરીશુ.આ ઉપરાંત શહેરના બંદર પર વસવાટ કરતા દરિયાના બેતાજ બાદશાહ એવા ખમીરવંતા ખારવાની વાત કરીશુ.

ભાગ -1માં આપણે પોરંબદર શહેર ,મહારાજા,મહાત્મા ગાંધીની જન્મભૂમી વિશે વાચ્યું તો ભાગ-2માં અહિંસાના પુજારી મહાત્મા ગાંધીના આ શહેર કે જેને રાજવી નટવરસિંહે પેરિસ બનાવવાનુ સ્વપ્ન જોયુ હતુ તે મીની શિકાગો તરીકે કેમ ઓળખાયુ તે અંગે જાણ્યું .આજે ભાગ-3માં જાણીએ પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ.

રાણો,પાણો અને ભાણો

પોરબંદર માટે એક કહેવત ખુબ પ્રખ્યાત છે. રાણો, પાણો અને ભાણો. રાણો એટલે જેઠવા રાજવંશના મહારાજા જેમને દાયકા પહેલા યુધ્ધમાં વિજયી પ્રાપ્ત કર્યા બાદ તેમને રાણાનો ઈલ્કાબ આપવામાં આવ્યો હતો. પોરબંદરના દરિયા કાંઠા અને બરડા ડુંગર આસપાસના વિસ્તારોમાં ખુબ મોટા પાયે નિકળતો બિલ્ડીંગ સ્ટોન અને લાઈમસ્ટોન જેને ઘોડા પથ્થર અને પાણો કહેવાય છે. પાણાને સોરઠી ભાષામાં બેલા તરીકે પણ બોલાય છે. જયારે ભાણો એટલે ભાણજી લવજી ઘી વાળા.પોરબંદરની 150 વર્ષ જૂની ઘીની આ પેઢી પોરબંદર જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ખુબ ખ્યાતી ધરાવે છે. લવજીભાઈ નામના વેપારી જે દેવરિયા ગામમાં નાનો ધંધો કરતા હતા. સમય જતાં તેઓ પોરબંદર આવ્યા અને ઘીનો વેપાર શરુ કર્યો. ધંધામાં સારી કમાણી થઈ. તેમના પુત્ર ભાણજીભાઈએ શહેરના કેદારેશ્વર રોડ સ્થિત જૂની ભાટીયા બજારમાં ભાણજી લવજી ઘી વાળા નામે પેઢી શરુ કરી બીએલ નામે ટ્રેડ માર્ક બનાવ્યો. જેને દેશ વિદેશમાં ખ્યાતી મેળવી.

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ

નેસડાના માલધારી

આજે છ પેઢી બાદ પણ આ ભાણજી લવજી ઘી વાળાની દુકાન શહેરના કેદારેશ્વર રોડ પર જોવા મળે છે. પોરબંદર નજીકના બરડાના જંગલમાં વસ્તા માલધારીઓ પોતાના ઉંટ મારફતે ભાણજી લવજીને ઘી વેંચવા પોરબંદર આવતા અને ભાણજી લવજીને ઘી વેંચી વળતા ઉંટ પર પોતાના જીવન જરુરીયાતની ચિજવસ્તુઓનુ હટાણુ એટલે કે ખરીદી કરીને નેસડામાં પરત જતા. નેસડામાં માલધારીઓની જીવનશૈલી ખુબ જાજરમાન હોય છે. કુદરતના ખોળે વસવાટ કરીને પ્રભુ ભજન સાથે જીવન નિર્વાહનો સિલસિલો વર્ષો સુધી ચાલુ રહ્યો. જોકે સમયાંતરે હવે આ સિલસિલો ક્રમશ ઓછો થયો છે.જંગલો ઘટી રહ્યા છે અને માલધારીઓની નવી પેઢી નેસડાની બહાર શહેર તરફ પ્રયાણ કરતા જાય છે. પોરબંદર આસપાસના ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હોય ગાય અને ભેંસના શુધ્ધ દુધમાંથી ઘી બનાવી પોરબંદર ભાણજી લવજી ઘી વાળાની પેઢીમાં આપવા આવતા.

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ

 ખમીરવંતા ખારવા  

ગુજરાતના દરિયા કિનારે વસતા લોકો ખારવા તરીકે ઓળખાય છે. ખારવા એટલે કે સાગરખેડુ.બીજુ નામ આપીએ તો માછીમાર. ખુબ લડાયક અને સાહસિક લોકો.ગમે તે પરિસ્થિતીમાં દરિયો ખેડવાની તાકત અને હિંમત ખારવા લોકોમાં છે તે કોઈની પાસે નથી. માછીમારીના મુખ્ય વ્યવસાય સાથે સંકળાયેલા સાગરખેડુ એ સમયે મોટા વાહણો મારફતે ગુજરાતના બંદરોથી માલ ભરીને આફ્રિકા, યુરોપ,અમેરિકા અને યુએઈ સહિતના દેશોની ખેપ કરતા હતા.

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ

સાહસિક સાગરખેડુ

આજે પણ દરિયો ખેડવો એમના માટે રમત વાત ગણાય છે. આજના આધુનિક સમયમાં સૌ કોઈ રડારની મદદ ભલે દરિયો પાર કરીને વિશ્વના કોઈપણ ખુણે ખુબ આસાનીથી પહોંચી શકતા હોય પરંતુ 60ના દાયકામાં દરિયો ખેડવો એટલો આસાન નહોતો. એ સમયે આધુનિક સાધનોનો અભાવ પણ હતો. જૂના સમયમાં વહાણના જે કેપ્ટન હતા એમને 'માલમ' તરીકે ઓળખવામાં આવતા હતા.આ લોકો દરિયાના પાણીના રંગ પરથી અને આકાશના તારા,પવનની દિશા અને હોકાયંત્રની મદદથી નક્કી કરતા કે તેઓ કયા પહોંચ્યા છે. આ વિદ્યા આજે પણ અમુક ખારવા પરીવારમાં જોવા છે અને પેઢી દર પેઢી પોતાના બાળકોને વારસામાં આપતા જાય છે. દરિયાના મોજાનો માર સહન કરીને કિનારે કઈ રીતે પહોંચી શકાય તે આ સાહસિક ખારવા પાસે શિખવા જેવુ છે. જો કે સમય સાથે હવે વહાણવટાનો ધંધો પણ અસ્ત થવાને આરે છે.

ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ

જૂનાગઢનુ પોરબંદર

1998 બાદ જન્મેલા યુવાનોને કદાચ ખબર પણ નહીં હોય કે 1960ના દશકમાં જયારે ગુજરાત રાજયની સ્થાપના થઈ ત્યારે પોરબંદરનો સમાવેશ જૂનાગઢ જિલ્લામાં થતો હતો.જૂનાગઢ જિલ્લાની હદ પણ તે સમયે ખુબ મોટી હતી. ઉનાથી લઈને હર્ષદ સુધીના વિસ્તારમાં જૂનાગઢ જિલ્લો પથરાયેલો હતો.1960માં જૂનાગઢ જિલ્લાના મુખ્ય બંદરોમાં પોરબંદર,માંગરોળ,વેરાવળ અને કોડીનારનો સમાવેશ થતો હતો.ગુજરાતના 1600 કિલોમીટરના સમુદ્ર કિનારામાં જૂનાગઢ જિલ્લાના ભાગે તે સમયે કચ્છ બાદ મહતમ દરિયા કિનારો આવતો હતો.

એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1) 

ગેંગ્સ ઓફ પોરબંદર પાર્ટ 2 : ગાંધીજીની જન્મભૂમિ કઈ રીતે બની હિંસાનું કેંદ્ર

ભાગ -4 માં વાંચીશુ પોરબંદરમાં અપરાધના અગ્નિપથ અને ગુનેગારોના અફાટ દરિયા વિશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget