શોધખોળ કરો

Gujarat Assembly Election Result: દ્વારકા બેઠક પર પબુભા માણેકની 8મી વખત જીત

Gujarat Assembly Election Result: ૮૨ વિધાનસભા બેઠક પર દ્વારકાના પબુભા માણેકની ૮ મી વખત જીત થતાં ખંભાળિયાથી દ્વારકા સુધી સમર્થકો વિજય સરઘસ સ્વરૂપમાં જોડાયા હતા.

Gujarat Assembly Election Result: ૮૨ વિધાનસભા બેઠક પર દ્વારકાના પબુભા માણેકની ૮ મી વખત જીત થતાં ખંભાળિયાથી દ્વારકા સુધી સમર્થકો વિજય સરઘસ સ્વરૂપમાં જોડાયા હતા અને ત્યાર બાદ દ્વારકા પહોંચી દ્વારકાના મુખ્ય ચોક એવા હોમગાર્ડ ચોક ખાતે સભા યોજી અને જનતાનો આભારમાની અને શક્તિ પ્રદર્શન કર્યું હતું.

છેલ્લા ૮ ટર્મથી દ્વારકા - ૮૨ વિધાનસભા બેઠક પર જીત મેળવતા અને શિવ શિવના સૂત્રથી ઓળખાતા પબુભા માણેકનો ૫૩૦૦ થી વધુ જેટલા મતથી વિજય થતા ધારાસભ્ય પબુભા માણેકએ દ્વારકા શહેરમાં તથા ઓખામંડળમાં સભા યોજી અને જનતા જનાદેશનો આભાર વ્યક્ત કર્યો હતો. ખંભાળિયાથી નીકળી કાર રેલી કલ્યાણપુર ગામડાઓ ફરી દ્વારકા અને ઓખા સુધી પહોંચી હતી. પબુભાએ આ સતત 8 મો વિજય મેળવી પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી. રેલીમાં અને બાદ સભામાં માનવ મહેરામણ  ઉમટી પડ્યું હતું. સમી સાંજે યોજાયેલ સભામાં દ્વારકાનાં વિવિધ જ્ઞાતિઓનાં આગેવાનો અને સમાનય લોકો પણ પબુભાનું સન્માન કરવા ઉમટી પડ્યા હતા .બાદ પબુભા દ્વારકાધીશનાં દર્શન કરવા નીકળ્યા હતા. સહુ કોઈનો વિનમ્રતાથી આભાર માણ્યો હતો.

 કૉંગ્રેસમાંથી જીતેલા 17 ઉમેદવારોને જાણો કેટલી લીડ મળી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ભાજપે કોગ્રેસ, આમ આદમી પાર્ટીના સૂપડાં સાફ કરીને એક તરફી વિજય મેળવ્યો હતો. ભાજપની પ્રચંડ જીત બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રાજ્યના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત વિધાનસભામાં ભાજપના ઉમેદવાર 150 કરતાં વધુ બેઠકો પર વિજયી થયા છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે. કૉંગ્રેસના 17 ઉમેદવારોને જીત મળી છે.

કૉંગ્રેસના જીતેલા 17 ધારાસભ્યોની લીડ

પોરબંદર અર્જૂન મોઢવાડિયા 8181
આંકલાવ અમીત ચાવડા 2729
વીજાપુર સી.જે.ચાવડા 7053
વડગામ જીગ્નેશ મેવાણી 4928
વાવ ગેનીબેન ઠાકોર 15601
દાંતા કાંતિ ખરાડી 6327
કાંકરેજ અમૃતજી ઠાકોર 5295
પાટણ કિરીટ પટેલ 17177
ચાણસ્મા દિનેશ ઠાકોર 1404
વાંસદા અનંત પટેલ 35,033
દાણીલીમડા શૈલેશ પરમાર 13,487
જમાલપુર ખાડીયા ઈમરાન ખેડાવાલ 13,658
ખંભાત ચિરાગ પટેલ 3711
ખેડબ્રહ્મા તુષાર ચૌધરી 1464
લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ 26620
માણાવદર અરવિંદ લાડાણી 3553
સોમનાથ વિમલ ચુડાસમા 922

શું કહ્યું સી.આર.પાટીલે

ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતીય સંસ્કૃતિ પાર્ટીના વિજય રથની સાથે છે. નરેન્દ્ર ભાઇએ પહેલા જ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું હતું કે વિકાસની આ યાત્રા શરૂ રાખવી છે. એક વાર ફરી ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાતની જનતાના આદેશને વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. લોકોએ ઠગવા વાળી પાર્ટીને નકાર્યા છે. અમિત શાહ અમારી નાની વાતોનું ધ્યાન રાખ્યું અને અમારી સાથે રહ્યા. સીઆર પાટીલે સામૂહિક નેતૃત્વ સાથે ભાજપની સરકાર લઈ આવ્યા. બીજેપીનું વચન માત્ર ચૂટણી પૂરતું નથી, અમને બધાને ગર્વ છે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું, નરેન્દ્ર મોદીની કાળી મહેનત અને પરિશ્રમનું આ પરિણામ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget