શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં ભારે વરસાદને લઈ પરેશ ગોસ્વામીની મોટી આગાહી, જાણો 

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આગામી દિવસોમાં  વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આગામી દિવસોમાં  વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતુ જેના કારણે 13મી જૂનથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે.  જે બાદ 16મી જૂને નૈઋત્યનું ચોમાસું સક્રિય થયું હતુ. ચોમાસા પહેલા જ 13મી તારીખથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાનું શરૂ થઈ ગયું હતુ.  ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણીલાયક અને સારો વરસાદ વરસ્યો છે.

ચાર દિવસ રાજ્યમાં વારસાદની શક્યતા

અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આવનારા ચાર દિવસ રાજ્યમાં વારસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે.  આ સિવાય તેમણે  ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ 23મી જૂન સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 23મી તારીખ સુધી તીવ્રતા ઓછી રહેશે પરંતુ વરસાદ વરસશે.  

વધુમાં પરેશ ગોસ્વામીએ કહ્યું કે, સરક્યુલેશન ગોવાથી શરૂ થયું હતુ જે દક્ષિણ ગુજરાતથી ખંભાતના અખાતમાંથી થઈને સૌરાષ્ટ્ર અને ત્યાંથી ઉત્તર ગુજરાતના ભાગોમાંથી રાજસ્થાન તરફ જતું રહ્યું છે. આ સિસ્ટમ જ્યાં જ્યાંથી પસાર થઈ છે ત્યાં ખૂબ સારો વરસાદ  વરસ્યો છે. આ સિસ્ટમનું કેન્દ્ર રાજસ્થાનમાં છે. 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 30 તાલુકામાં 24 કલાકમાં 1થી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપીમાં સૌથી વધુ સાત ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વલસાડના પારડીમાં સવા પાંચ, તો કપરાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ સિવાય ધરમપુરમાં સવા ચાર, ઉમરગામમાં ચાર, ખેરગામમાં ચાર ઈંચ, હાંસોટ અને ઓલપાડમાં પોણા ચાર ઈંચ, વઘઈ, વાલિયામાં સાડા ત્રણ- ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ, માંગરોળમાં અઢી, વલસાડ શહેરમાં અઢી ઈંચ, આહવા, સુબીર, કામરેજમાં બેથી અઢી ઈંચ, બારડોલી, અંકલેશ્વર, ચીખલીમાં વાંસદામાં દોઢથી બે ઈંચ, વ્યારા, સુરત શહેર, નેત્રંગમાં સવાથી દોઢ ઈંચ, ડેડિયાપાડા, પલસાણા, ગરબાડા, વાલોદ, સાગબારામાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.      

કાલે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ

આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યકત કરાઈ છે.  હવામાન વિભાગે શનિવારના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો રવિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget