શોધખોળ કરો

Naswadi Referral Hospital: નસવાડી રેફરલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ થયેલા દર્દીની સારવાર કરવા બે કલાક સુધી ડોક્ટર ન આવતા મોત

Naswadi Referral Hospital: નસવાડીના રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનો જીવ ગયાનો આરોપ મૃતકના પરિવારજનો લગાવી રહ્યા છે.  ફરજ પરના તબીબ દવાખાનામાં કલાકો સુધી ગેરહાજર રહેતા દર્દીનું મૃત્યુ થયું.

Naswadi Referral Hospital: નસવાડીના રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે દર્દીનો જીવ ગયાનો આરોપ મૃતકના પરિવારજનો લગાવી રહ્યા છે.  ફરજ પરના તબીબ દવાખાનામાં કલાકો સુધી ગેરહાજર રહેતા ગંભીર હાલતમાં આવેલા દર્દીનું મૃત્યુ થયું.

આ અંગે વિગતે વાત કરીએ તો, નસવાડી રેફરલ હોસ્પિટલમાં સાંજે સાત વાગ્યાની આસપાસ ચોરામલ ગામથી શંકરભાઈ રાઠવાને શ્વાસમાં તકલીફની સમસ્યાને લઈ પરિવારજનો લઈને આવ્યા પરંતુ દવાખાના તબીબ હાજર ન હતા. પરિજનોનો આરોપ છે કે બે કલાક સુધી ડૉકટર આવ્યા જ નહીં અને દર્દી પીડાતા રહ્યા. આખરે ડૉકટર ગૌરવ જયસ્વાલ દવાખાને આવ્યા ત્યારે દર્દીનું મૃત્યુ થઈ ગયું હતું. વધુમાં પરિવારજનોનો આક્ષેપ છે કે, પોતાની બેદરકારી છૂપાવવા ડોક્ટરે મૃત હાલતમાં જ શંકરભાઈને રીફર કર્યા જેને લઈ પરિવારજનોએ હંગામો પણ કર્યો. ડૉકટરને ફરજ દરમિયાન ફરજ સ્થળ ઉપર હાજર જ રહેવું જોઈએ પરંતુ ડૉ.ગૌરવ કયા કારણોસર બહાર હતા એ તો એમને જ ખબર પરંતુ પોતે દવાખાના હાજર ના હોવાની વાતને ખુદ તબીબે સ્વીકારી છે.

રાજકોટમાં જાણીતા મહિલા ડોક્ટરનો તેમના જ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ

રાજકોટ: મહિલા કોલેજના  PSM વડા  ડોકટર શોભાનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. રેશકોર્ષ પાર્કમાં રહેતા ડો.શોભાનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. આ  વાત ત્યારે સામે આવી જ્યારે ગોધરા રહેતી તેમની દીકરીએ અનેક ફોન કરતા ફોન રિસીવ ન થતા તેમણે પાડોશીને ફોન કર્યો હતો. પાડોશી અને મેડિકલ કોલેજનો સ્ટાફ એકત્ર થઈ દરવાજો તોડતા ડો.શોભાનો મૃતદેહ બેડ પર પડ્યો હતો. જોકે અંદર ટીવી.પંખા ચાલુ હતા. મૃતક ડોકટરના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં ફરજ બજાવે છે. દીકરો ગોધરા ઈન્ટર્નલ ડોકટર તરીકે ફરજ બજાવે છે. જોકે આજે બધા આવ્યા બાદ પીએમની કાર્યવાહી થશે. હાલમાં આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરુ કરી છે. ડોક્ટરના મોતને લઈને અનેક સાવલો ઉભા થયા છે.

અરવલ્લીમાં રાત્રે ખેતરમાં પાણી વાળતા ખેડૂતનું ઠંડીમાં ઠૂઠવાઈ જતા મોત

અરવલ્લી જીલ્લામાં ઠંડીથી ઠુઠવાઈ જતા ખેડૂતનું મોત થયું છે. મોડાસાના ટીટોઇ ગામનાં 57 વર્ષીય ખેડૂતનું ઠંડીથી મોત થતા ગામમમાં શોકનો માહોલ સર્જાયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાત્રિના સમયે આ ખેડૂત ખેતરમાં પાણી વાળવા ગયા હતા. તે દરમિયાન કાતિલ ઠંડીના કારણે તેમનું મોત નિપજ્યું. નોંધનીય છે કે, રાત્રિના સમયે ખેતી વિષયક લાઈટ આવતાં મજબૂરી વશ ખેડુતો કડકડતિ ઠંડી વેઠવા મજબૂર બન્યાં છે. રાત્રિના સમયે અતિશય ઠંડી એ લવજીભાઈ વિરસંગભાઈ પટેલ નામના ખેડૂતનો ભોગ લીધો છે. વહેલી સવારે ખેડૂત ખેતરમાંથી મૃત હાલતમાં મળી આવ્યા બાદ સમગ્ર પંથકમાં વીજ તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

કડકડતી ઠંડી વચ્ચે અમદાવાદમાં થશે માવઠું ?

 ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 29 જાન્યુઆરી રાત થી 4 ડિગ્રી તાપમાન ઘટશે અને ઠંડીમાં વધારો થશે. અમદાવાદ 13.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન, નલિયા 4.5 ડિગ્રી તાપમાન અને રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget