શોધખોળ કરો

Morbi: વીજલાઈન રીપેરીંગ કરી રહ્યો હતો PGVCLનો કર્મચારી, ત્યારે જ વીજશોક લાગતા થયું મોત

મોરબી: હળવદમાં વીજલાઈન રીપેરીંગ કરવા ગયેલ પીજીવીસીએલના કર્મચારીનું મોત નિપજ્યું છે. પીજીવીસીએલ કર્મચારીનું વીજશોકથી મોત થતા અરેરાટી મચી ગઈ છે.

મોરબી: હળવદમાં વીજલાઈન રીપેરીંગ કરવા ગયેલ પીજીવીસીએલના કર્મચારીનું મોત નિપજ્યું છે. પીજીવીસીએલ કર્મચારીનું વીજશોકથી મોત થતા અરેરાટી મચી ગઈ છે. હાલમાં પીજીવીસીએલ કચેરી તેમજ મૃતકના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કર્મચારી હળવદના કોયબા અને ઢવાણાગામ વચ્ચે વીજ લાઈન રીપેર કરતો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. મૃતકનું નામ દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા છે અને તેઓ હળવદના કોયબા ગામના રહેવાસી હતી. દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા.

ભાવનગરમાં પી.જી.વી.સીના દરોડા, ચેકીંગ દરમિયાન 31 લાખની વીજ ચોરી પકડાઇ

 ભાવનગર જિલ્લામાં પી.જી.વી.સીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે, વીજ ટીમે પોતાના મેગા ચેકીંગ દરમિયાન 31 લાખથી વધુની વીજ ચોરીને પકડી પાડી છે.  પીજીવીસીએલની ટીમે આજે ભાવનગર જિલ્લામાં એક મેગા ચેકીંગ હાથ ધર્યુ હતુ, જેમાં કુલ ૪૨ જેટલી ટીમોએ પોતાની કાર્યવાહીમાં ૩૧.૬૪ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. આ મેગા ચેકિંગ દરમિયાન શહેર અને જિલ્લામાં કુલ ૪૩૧ પૈકી ૧૨૮માં વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે, ગેરકાયદેસર વીજળીની ચોરી કરતા તમામ પકડાયેલા લોકોને પીજીવીસીએલ તરફથી દંડ ફટકારવામાં આવ્યો છે.

આખલાએ રહેણાંક વિસ્તારમાં ગાડીઓને નુકશાન પહોંચાડ્યુ

ભાવનગરમાં ફરી એકવાર રખડતાં ઢોરનો આંતક સામે આવ્યો છે, આ વખતે એક આખલાએ આતંક મચાવ્યો છે, આખલાએ રહેણાંક વિસ્તારમાં દોડી દોડીને કેટલીક ગાડીઓને નુકશાન પહોંચાડ્યુ હતુ, લોકોએ આખલાથી બચવા ઘરો બંધ કરી દીધા હતા. માહિતી પ્રમાણે, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રખડતા ઢોરનો આંતક જોવા મળ્યો છે, રહેણાક વિસ્તારમાં રખડતા આખલાએ હાહાકાર અને ઉથલપાથલ મચાવી દીધી, આખલાથી બચવા માટે લોકોએ પોતાના ઘરો બંધ કરી દીધા હતા. રખડતા આખલાએ ત્રણથી ચાર ગાડી અને ઘરની બહાર પડેલી વસ્તુઓને મોટુ નુકશાન પહોંચાડ્યું હતું. આ પહેલા પણ ભાવનગરમાં રખડતાં આખલાએ આતંક મચાવ્યો હતો, રખડતાં આખલાના કારણે કુંભરવાડા વિસ્તાર રહેતા એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો હતો. મહાનગરપાલિકાની ઢોર પકડવાની ઢીલી કામગીરીનો ભોગ શહેરની સામાન્ય જનતા બની રહી છે. 

ગામમાં બે વરઘોડા સામ-સામે આવી ગયા

ભાવનગરમાં લગ્ન બાબતે મારામારી થવાની ઘટના સામે આવી છે, જિલ્લાના મહુવાના કતપર ગામે લગ્ન પ્રસંગે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ભાવનગરના મહુવાના કતપર ગામે લગ્ન પ્રસંગમાં બે પરિવારો વચ્ચે અથડામણ થઇ હતી, માહિતી પ્રમાણે, ગામમાં બે લગ્ન પ્રસંગો યોજાઇ રહ્યાં હતા, અને બન્નેના વરરાજાના ફૂલેકા એક જ સમય એક જ જગ્યાએ સામ સામે આવી ગયા હતા, આ દરમિયાન એક જુથે સ્પેનો છંટકાવ કરવાનો શરૂ કરી દીધો હતો, જેથી મામલો બિચક્યો હતો, અને મારામારી સુધી પહોંચ્યો હતો. બન્ને પરિવારો વચ્ચે મારામારી થતાં 5 વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એક જ ગામમાં બે લગ્ન પ્રસંગ હોય ત્યારે બે વરરાજાનુ ફુલેકું સામસામે આવી જવાની ઘટના બાદ મોટી માથાકુટ સર્જાઈ હતી. એક પક્ષાના લોકોએ અચાનક બીજા પક્ષ પર હુમલો કરી દીધો હતો અને 5 લોકોને ઇજા પહોંચાડી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને મહુવા હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત

Embed widget