Gujarat Election 2022: PM મોદીએ પાટણમાં સભા સંબોધી, જાણો કોના નામની ટપાલ ટિકિટ બહાર પાડવાની કરી વાત
Gujarat Assembly Election 2022: પીએમ મોદીએ આજે પાટણમાં સભા સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજે મારે પાટણનો એક બાબતે આભાર માનવો પડે. હું જયારે પણ આવ્યો દરેક વખતે તમે બધા રેકોર્ડ તોડી નાખ્યા.
Gujarat Assembly Election 2022: પીએમ મોદીએ આજે પાટણમાં સભા સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજે મારે પાટણનો એક બાબતે આભાર માનવો પડે. હું જયારે પણ આવ્યો દરેક વખતે તમે બધા રેકોર્ડ તોડી નાખ્યા. આ ચૂંટણીમાં ગઈકાલે જે મતદાન થયું છે, કચ્છ, કાઠિયાવાડ અને દક્ષિણ ગુજરાત એમાં કોંગ્રેસે નક્કી કરી લીધું કે ભાજપ જીતી જશે. કોંગ્રેસ જયારે EVMને કોસવાનું ચાલુ કરે ત્યારે તમારે સમજી જવાનું કે કોંગ્રેસે ઉંચાળા ભરી લીધા.
આ ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. આ કોંગ્રેસ હારે એટલે EVM ને ગાળું બોલે છે, પહેલા મોદીને અને પછી EVM ને ગાળું બોલવાની. પાટણ એટલે ભવિષ્યની દ્રષ્ટિ. આજે પાટણ છું એટલે, મારો સોની વાળો, કાગડાની ખડકીમાં રહેતો, અને સાંજ પડે ચોતૃભૂજ બાગ સહિત પીએમએ પાટણ વિવિધ વિસ્તારોને યાદ કર્યા હતા. શાંતિ સદભાવના વાતાવરણ એટલે પાટણ. અમે તપસ્યા કરી છે અમે પગવાળીને બેઠા નથી, એટલે ભાજપ ભરોસાની સરકાર છે. બેંકોનું રાષ્ટ્રીયકરણને પણ પીએમ બોલ્યા હતા. કોંગ્રેસે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. તમે મને દિલ્લી મુક્યો એટલે મેં બધું પાર પડી દીધું.
દેશભરમાં મહિલાઓને ધ્યાન રાખી 11 કરોડ કરતા વધારે શૌચાલય બનાવ્યા. 9 કરોડ કરતા વધારે ગેસ કનેકશન આપ્યા. વેકસીન માટે 40 હજાર કરોડનો ખર્ચ કરી લોકોને રસી આપી. કોરોનાકાળમાં 80 કરોડ લોકોને અનાજ મફત આપ્યું. 2 હજારની થેલી વિદેશથી લાવી આપણે ખેડૂતને 270 માં આપીએ છીએ. PM કિશન સન્માન નિધિમાં વર્ષમાં ત્રણ વખત સીધા ખેડૂતના ખાતામાં પૈસા જમાં કરાવાય છે. 2 લાખ કરોડ રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં જમા કરવાયા. પાટણમાં 470 કરોડ ખેડૂતના ખાતામાં પૈસા મોકલ્યા.
પાટણ ઉમેદવાર રાજુલ બેનને લઈ નિવેદન
કદાચ પહેલીવાર આટલા ભણેલ કોઈ ઉમેદવાર આવ્યા છે. સિદ્ધપુર માતૃતર્પણ ભૂમિ છે. દેશની દીકરીઓ રક્ષા કરવા માટે ખભે બંદૂક લઈ ઉભી છે. સુજલામ સુફલામ દ્વારા પાણી પહોંચાડી, લીલીછમ ધરતી કરી છે. પાટણ રેલવેને જોધપુર સાથે જોડ્યું. પહેલા પાટણ ભીલડી માટે આંદોલનો ચાલતા હતા. પીએમએ વીર મેઘમાયાને યાદ કર્યા હતા. પાણી માટે વીરમેઘમાયાએ બલિદાન આપ્યું હતું. વીર મેંઘમાયા નામની ટપાલ ટિકિટ આપણે જાહેર કરવાના છીએ. મારું બચપણ મે પાટણમાં વીતાવ્યું છે.