શોધખોળ કરો

ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુ થયા બાદ નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

ઊંઝાના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સમાજસેવી ડો.આશાબેન પટેલના નિધનથી ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઊંઝાના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સમાજસેવી ડો.આશાબેન પટેલના નિધનથી ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું, "ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥ "

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, "ઊંઝાના ભાજપા ધારાસભ્ય ડો.આશાબેન પટેલના આકસ્મિક નિધનથી ખૂબ જ વ્યથિત છું. વિસ્તારના વિકાસ અને જનસેવા પ્રત્યે આશાબેનનું સમર્પણ અને પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી છે. તેમનું અવસાન સમાજ અને ગુજરાત ભાજપા પરિવાર માટે મોટી ખોટ છે. હું તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. “ૐ શાંતિ."

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આશાબેનના નિધન પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો, લખ્યું- મધ્યાહને સુરજ આથમયો .....

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો

આશાબેન પટેલના પાર્થિવ દેહને ઊંઝાના સ્વપ્ન બંગ્લોઝ નિવાસ સ્થાને લઇ જવામાં આવશે. સ્વપ્ન બંગ્લોઝથી મોડી સાંજે પાર્થિવ દેહને APMC ઉંઝા લઈ જવાશે. રાત્રી દરમ્યાન પાર્થિવ દેહ ઉંઝા APMC ખાતે રાખવામા આવશે. બાદમાં આવતીકાલે સવારે ઉંઝા શહેરમાં અંતિમ યાત્રા યોજાશે. સવારે અંતિમ યાત્રા તેમના વતન વિશોળ ગામે જશે. વિશોળથી પાર્થિવ દેહને સિદ્ધપુર અંતિમધામ લઈ જવાશે. જે બાદ સિદ્ધપુરમાં સ્વ.આશાબેન પટેલનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થશે

દિલ્હીના પ્રવાસ બાદ આશાબેન પટેલને ડેન્ગ્યુ થયો હતો. આ સમય દરમિયાન તેમની તબિયત વધુ લથડી હતી. ડેન્ગ્યુ બાદ તેમનું લીવર ડેમેજ થતાં તેમને અમદાવાની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરે શનિવારે આપેલી માહિતી મુજબ આશાબહેનનું લીવર ડેમેજ થયું હોવાથી આઇસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના કારણે તેમની સ્થિત વધુ ગંભીર થઇ હોવાની માહિતી ડોક્ટરે આપી હતી.

આશાબેનની ધારાસભ્ય તરીકે પહેલી જ ટર્મ હતી. આશાબેન પોતાની પહેલી ટર્મ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષનાં ધારાસભ્ય રહ્યાં હતાં. પાટીદાર અનામત આંદોલન દરમિયાન નેતા તરીકે ઉભરેલાં આશાબેન પટેલે 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા નારણભાઈ લલ્લુભાઈ પટેલને હરાવીને સોપો પાડી દીધો હતો.

પ્રથમવાર 2017માં કોંગ્રેસના બેનર પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તેમણે પક્ષપલટો કર્યો હતો અને 8 ફેબ્રુઆરી 2019ના રોજ ભાજપમાં જોડાયાં હતાં. એ વખતે તેમણે ધારસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. 2019માં યોજાયેલી ઉંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આશાબેન પટેલ ફરીથી ઊંઝા સીટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Lion Video : ગીર સોમનાથ જિલ્લામાં ચાર પગનો આતંક યથાવત, ઉનામાં ખાનગી શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસ્યો સિંહHun To Bolish : હું તો બોલીશ : ખેડૂત ભૂખે મરશે !Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાઓને કેમ નથી ડર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
સંસદનું બજેટ સત્ર: 31 જાન્યુઆરીથી શરૂ, નિર્મલા સીતારમણ રજૂ કરશે આઠમું બજેટ
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
રશિયન સેનામાં જોડાયેલા 12 ભારતીયોના મોત, 16 હજુ પણ ગુમ: વિદેશ મંત્રાલય
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
11 રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ, જાણો હવામાન વિભાગે શું કરી લેટેસ્ટ આગાહી ? 
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
ટીવી અભિનેતા અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં નિધન, 23 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
Saif Ali Khan Attack: લોહી જ લોહી દેખાઇ રહ્યું હતુ, મેં ભાડુ પણ ના લીધુ, સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા ઓટો ડ્રાઇવરની જુબાની
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
મહિલાઓને મહિને 2500 રૂપિયા, એલપીજી સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી... દિલ્હીમાં બીજેપીના મોટા ચૂંટણી વચનો
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Saif Ali Khan: સૈફ અલી ખાનની કરોડરજ્જુમાંથી ડોક્ટરોએ કાઢ્યો અઢી ઇંચનો છરીનો ટુકડો, તસવીર આવી સામે
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ
Embed widget