PM મોદીનો રોડ શોઃ પીએમ મોદી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, જાણો તમામ વિગતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે સવારે 10.45 વાગ્યાથી અમદાવાદ એરપોર્ટથી પ્રદેશ કાર્યાલય કમલમ સુધી પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ શરુ થયો હતો.
Background
પીએમ મોદી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા
પીએમ મોદી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા. પીએમ મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ ત્રીજી વખત કમલમની મુલાકાતે આવ્યા છે. ડે. સીએમ નિતીન પટેલ સહિતના ભાજપ નેતાઓએ પ્રધાનમંત્રી મોદીનું કમલમ ખાતે સ્વાગત કર્યું હતું.
પીએમ મોદીના રોડ શૉમાં વિવિધ જિલ્લાઓમાંથી ભાજપ કાર્યકરો ઉમટ્યા
પીએમ મોદીના રોડ શૉમાં વિવિધ જિલ્લાઓમાંથી ભાજપ કાર્યકરો ઉમટ્યા છે. લાખોની સંખ્યામાં કાર્યકરો પીએમ મોદીનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર થયા, કેસરી ટોપી પહેરી
પ્રધાનમંત્રી મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને ભાજપ કાર્યકરોનું અભિવાદન સ્વિકારી રહ્યા છે. પીએમ મોદીએ કેસરી ટોપી પહેરી છે. તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ પીએમ મોદી સાથે જીપમાં સવાર થયા છે.
પીએમ મોદીનો એરપોર્ટ પરથી રોડ શો શરુ
પીએમ મોદીનો એરપોર્ટ પરથી રોડ શો શરુ થઈ ગયો છે. પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ પણ પીએમ મોદીની ગાડીમાં સવાર છે.
પીએમના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી
પીએમના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રોડ શૉના રુટ પર 50 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આ સ્ટેજ પર ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખીઓ અને વિવિધ લોકનૃત્યો કરવામાં આવી રહ્યા છે.

