Gujarat Election 2022: કમલમમાં દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી PM મોદી રાજભવન રવાના
Gujarat Assembly Election 2022: બોટાદમાં સભા સંબોધી પીએમ મોદી અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ રાજ્યના દિગ્ગજ નેતાઓ સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરી છે.
Gujarat Assembly Election 2022: બોટાદમાં સભા સંબોધી પીએમ મોદી અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા હતા. પીએમ મોદી અહિંયા રાજ્યના દિગ્ગજ નેતાઓ સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરી છે. ત્યાર બાદ તેઓ રાજભવન ખાતે રવાના થયા છે. પીએમ મોદીના આગમનને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આજે પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં સભાઓ ગજવી હતી. સૌ પ્રથમ સોમનાથ દાદાના દર્શન કરી પીએમએ આજે પ્રચારની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ધોરાજી,અમરેલી અને બોટાદમાં સબાઓ સંબોધી હતી. હાલમાં પીએમ મોદી ગાંધીનગર કમલમ ખાતે બીજેપીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. હાલમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલથી લઈને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ કમલમ પહોંચ્યા છે.
વડાપ્રધાન મોદીએ કોગ્રેસને પૂછ્યો સવાલ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરાજી પહોંચ્યા હતા. ધોરાજીમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે બે દાયકાનો આપણા સંયુક્ત પુરુષાર્થથી આપણને આશીર્વાદ મળ્યા છે. મારા કામનો હિસાબ આપવા માટે આવ્યો છું. હું આપની પાસે તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું. તમે જ મારા ટીચર છો અને તમે જ મારી ટ્રેનિંગ કરી છે. ગુજરાતના લોકો કોમી દાવાનળની દશામાં જીવતા હતા. મૂડી રોકાણ અને નવા નિર્માણમાં ગુજરાતનો ડંકો વાગે છે. પ્રગતિના નવા નવા શિખર સર કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના કોગ્રેસ અને રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપ જોડો યાત્રામાં મેધા પાટકરની હાજરી મુદ્દે વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર પ્રહાર કર્યા હતા. નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકીને કેમ દોડો છો તેવો સવાલ વડાપ્રધાને કર્યો હતો. વડાપ્રધાને કહ્યું કે 25 વર્ષ અગાઉ પાણી માટે તોફાનો થતા હતા. અગાઉની સરકારો આવું જ વિચારતી હતી. ગુજરાતના લોકો પાણીદાર છે. ભાજપે તળાવ ઉંડા કરવાનું અભિયાન ચલાવ્યું. પાણીનો બચાવ કેમ થાય તે માટે મહેનત કરી.
તેમણે કહ્યું કે 25 વર્ષ અગાઉ ગુજરાતમાં પાણીના ટેન્કર ચાલતા હતા. રાજકોટમાં પાણી લાવવા માટે ટ્રેન દોડાવવી પડતી હતી. પાણીની અછતથી કાઠિયાવાડ ખાલી થવા લાગ્યું હતું. સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર સાથે ભાજપ આગળ વધી રહ્યુ છે.
PM મોદીએ ધાનાણીના ગઢમાં સભા ગજવી
પીએમ મોદીએ સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પહેલી પ્રચાર સભા સોમનાથથી શરૂ કરીને તેઓએ સોમનાથ મહાદેવ તેમજ જનતા જનાર્દનના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ તેમણે ધોરાજી અને હવે અમરેલીમાં સભા ગજવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમરેલી ખાતે ભાજપના વિજય સંકલ્પમાં પહોંચ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા સહિતના આગેવાનો સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા.