Mahisagar: 7 વર્ષના માસૂમને ડામ આપનાર સાવકી માતા સામે પોલીસ ફરિયાદ
7 વર્ષના માસૂમને ડામ આપનાર સાવકી માતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડાની છે.
મહિસાગર: 7 વર્ષના માસૂમને ડામ આપનાર સાવકી માતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડાની છે. મહંમદઅલી નામના શખ્શે પહેલી પત્નીને તલાક આપી ગયા વર્ષે જ કુલસુમબીબી સાથે બીજા લગ્ન કર્યા હતા. મહંમદઅલી ઉમરગામની એક હોટેલમાં નોકરી કરે છે. આથી તે 1 મહિનો નોકરી પર અને 15 દિવસ ઘરે આવી પરિવાર સાથે રહે છે.
થોડા દિવસ પહેલાં તેમનો 7 વર્ષીય પુત્ર શાળાએ ગયો હતો. આ સમયે તેના શરીરના ભાગે ડામના નિશાન જોઈ શિક્ષકો પણ ચોંકી ગયા હતા. માસૂમને માથા અને આંખની નીચેના ભાગે પણ ઈજાના નિશાન હતા. શાળા તરફથી મહંમદઅલીને જાણ કરાતા તેમણે પોતાની પત્નીને આ અંગે સવાલ કર્યા. આ સમયે સાવકી માતાએ કબૂલ્યું કે, 7 વર્ષીય પુત્ર તોફાન કરતો હોઈ. ચીપિયો ગરમ કરી ડામ આપ્યા હતા.સાવકી માતાની આ કરતૂત બદલ તેની સામે મહંમદઅલીએ જ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
તુર્કીના વિનાશક ભૂકંપમાં મોતને માત આપનાર અમદાવાદના પરિવારની આપવીતી
તુર્કીમાં આવેલા ભૂકંપે હજારો જિંદગી છીનવી લીધી છે. આ ઉપરાંત જે બચી ગયા છે તે પણ ભયના ઓથાર હેઠળ છે. આવો જે એક ગુજરાતી પરિવાર જે તુર્કીના વિનાશક ભૂકપંનો શાક્ષી બન્યો અને ભગવાનની કૃપાથી હેમખેમ બચી ગયો. મૂળ દિલ્હીના અને 25 વર્ષથી ગુજરાતમાં રહેતા રાકેશ સિંહ અને તેમનો પરિવાર શનિવારે ગુજરાત પરત ફર્યા.
આ વિનાશક ભૂકંપ અંગે વાત કરતા રાકેશ સિંહે કહ્યું કે, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4.17 કલાકે પાણી પીવા ઉઠ્યો અને ભૂકંપની શરૂઆત થઈ. આસપાસની ઇમારતો પત્તાના મહેલની જેમ મે ધ્રૂજતી જોઈ. જે હાલતમાં હતા તે હાલતમાં પત્ની અને પુત્રને લઈને ઘરની બહાર નીકળી આવ્યા. નાના બાળકો અને મહિલાઓમાં એક ક્યારેય ન જોયું હોય તેવું દુઃખ અને રુદન જોયું. બપોરના સમયે 55 સેકન્ડનો 7 રિકટર સ્કેલનો બીજો ભૂકંપ આવ્યો. તુર્કીમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ ગાઝીયાનટેપમાં આવ્યો હતો.