પોરબંદરના ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પૂરા, શિવરાત્રિ પર સોનાના આભૂષણનો શણગાર કરાયો
પોરબંદરમાં રાજાશાહી વખતમા નિમાર્ણાધીન ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પુરા થયા છે. ભોજેશ્વર પ્લોટમા આવેલા ભોજેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સામાન છે.
![પોરબંદરના ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પૂરા, શિવરાત્રિ પર સોનાના આભૂષણનો શણગાર કરાયો Porbandar Bhojeshwar Mahadev Temple decorated with gold ornaments પોરબંદરના ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પૂરા, શિવરાત્રિ પર સોનાના આભૂષણનો શણગાર કરાયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/08/1c2a027b9ffb2f40e78d397b1d356884170989390318178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પોરબંદર: પોરબંદરમાં રાજાશાહી વખતમા નિમાર્ણાધીન ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પુરા થયા છે. ભોજેશ્વર પ્લોટમા આવેલા ભોજેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સામાન છે. આ મંદીરને પોરબંદરના રાજવીઓ વિક્રમાજીએ સવા કીલોના સોનાના આભુષણ ભેટ સ્વરૂપે આપ્યા હતા. વર્ષો પહેલા ભોજેશ્વર મહાદેવને નિયમિત સોનાના આભુશણનો શણગાર કરવામા આવતો હતો. પરંતુ સમય જતા સોના આભૂષણો સરકારે હસ્તગત કરી લીધા હતા અને તિજોરી ઓફીસમા રાખવામા આવે છે. માત્ર શિવરાત્રીના દિવસે સોના આભૂષણનો શણગાર કરવામા આવે છે.
આ આભૂષણોને પોલીસની દેખરેખમાં લાવવામાં આવ છે અને લઈ જવા આવે છે. આજે મહાશિવરાત્રિના પાવન દીવસે ભોજેશ્વર મહાદેવને સોનાનો કંદોરો જેમા સોનાની 59 ઘુધરી છે, સોનાનો કળશ, સોનાનો ટોપ, સોનાનું બિલીપત્રનો શણગાર તેમજ પર્વતી માતાને સોનાના જાંઝર જેમાં સોનાની ઘુઘરી છે. સોનાનો મુગટ, જયપુરી જળતર અને સોનાના ચાંદલાનો શણગાર કરવામા આવે છે. તેમજ એક કીલો ચાંદીનુ છતર ચડવામા આવ્યુ હતુ.
પોરબંદરમા મહાશિવારાત્રિના દીવસે ભોજેશ્વર મહાદેવને સોનાના આભૂષણોનો શણગાર કરવામા આવે છે. તેમના દર્શન કરવા આજે મોટી સંખ્યમા શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. શ્રદ્ધાળુઓએ ભગવાન શંકરના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. પોરબંદરમાં આજે શિવરાત્રિના દીવસે આવેલ વિવિધ શિવાલયોમા વિવિધ દર્શનનું આયોજન કરવામા આવ્યુ હતું.
મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા, તેથી આ તહેવાર દર વર્ષે શિવ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના ભક્તો ભક્તિ અને શ્રદ્ધા સાથે વ્રત રાખે છે અને શિવ અને ગૌરીની પૂજા વિધિ-વિધાનથી કરે છે.
કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે, તેથી મહાશિવરાત્રિના દિવસે શિવની પૂજા કરવાથી અનેક ગણું વધુ ફળ મળે છે.
મહાશિવરાત્રી પર્વના દિવસે ભગવાન શિવની પૂજા કરતી વખતે શિવલિંગનો મધથી અભિષેક કરવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભક્તના કાર્ય જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને ભગવાન શિવની કૃપા જળવાઈ રહે છે. શિવરાત્રીના દિવસે દહીંથી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી આર્થિક ક્ષેત્રની તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)