Heeraben Modi Prayer Meet Live: હીરાબા મોદીની પ્રાર્થના સભામાં લોકોને અપાઈ ભગવદ ગીતા
Heeraben Modi's Prayer Meet: વડનગરના નિવાસ સ્થાને પ્રાર્થના સભાનું આયોજન.
LIVE
Background
PM Modi s mother Heeraben Modi Prayer Meet: PM મોદીના માતા હીરાબાનું અવસાન શુક્રવારે થયુ હતું. આજે હીરાબાની સ્મૃતિમાં તેમના વડનગર ખાતેના નિવાસ્થાને એક પ્રાર્થનાસભાનું આયોજન કરાયુ છે. આ પ્રાર્થનાસભા સવારે 9 વાગ્યાથી બપોર 12 વાગ્યા દરમિયાન યોજાશે. વડનગરની જવાહર નવોદય સ્કુલના હોલમાં પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યુ છે. હાલ પરીવારજનો અને સંબધીઓની ઉપસ્થિતિ.વડાપ્રધાન મોદીની માતા હીરાબાનું શતાયુ વર્ષે નિધન થયું હતું. PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હીરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. હિરાબા મોદી પરીવાર સાથે અનેક યાદો છોડીને સ્વર્ગવાસ થયા હતા. પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી હતી. PM મોદીના માતા હીરા શુક્રવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સવારે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
Prayer meet in memory of PM Modi's mother Heeraben Modi to be held in Gujarat's Vadnagar today
— ANI (@ANI) January 1, 2023
She passed away on December 30, 2022, at the age of 100 pic.twitter.com/MF6Y2WBzvd
નિતિન પટેલે આપી શ્રદ્ધાજંલિ
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ તથા પૂર્ણેશ મોદી તેમજ પરશોત્તમ રૂપાલા સહિતના નેતાઓએ હિરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. બહોળી સંખ્યામાં આગેવાનો અને રાજકીય નેતાઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી
100 વર્ષે લીલી વાડી મૂકી હીરા બા ગયા છે- જગદીશ ઠાકોર
ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહીતના નેતાઓએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ જિલ્લાના આગેવાનો સાથે આવ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું, 100 વર્ષે લીલી વાડી મૂકી હીરા બા ગયા છે, પરંતુ મા ની ખોટ વર્તાતી હોય છે.
મુસ્લિમ સમુદાયના આગેવાનોએ પણ શ્રદ્ધાંજલિ આપી
વડનગરમાં મુસ્લિમ સમુદાયના આગેવાનોએ હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી.
ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા જીતુભાઈ પટેલે 1100 તુલસીના રોપા આપ્યો
મહેસાણાના જીતુભાઈ પટેલ નામના વ્યક્તિ જેઓ ગ્રીન એમ્બેસેડર તરીકે જાણીતા છે તેઓ હીરાબાને શ્રદ્ધાંજલિ આપવા તુલસીના રોપા લઈને આવ્યા. તેમણે તુલસીના 1100 રોપા આપી શ્રધાંજલિ આપી.
વાળીનાથ અખાડાના મહંતે આપી શ્રદ્ધાંજલિ
દેસાઈ સમાજના વાળીનાથ અખાડાના મહંત જયરમગીરી બાપુએ હીરા બાને શ્રદ્ધાંજલિ આપી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ હીરાબાને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા.