શોધખોળ કરો
Advertisement
જૂનાગઢ અને રાણાવાવમાં 5.50 ઈંચ વરસાદ, 24 કલાકમાં ગુજરાતના બીજા કયા શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો
હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો જેને કારણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં પડી રહેલ અવિરત વરસાદના કારણે નદી, ચેકડેમ અને તળાવોમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો જેને કારણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા જાહેર થયા છે જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 5.55 ઈંચ નોંધાયો હતો જ્યારે પોરબંદરના રાણાવાવમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
સૌરાષ્ટ્રમાં પડી રહેલ અવિરત વરસાદના કારણે નદી, ચેકડેમ અને તળાવોમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રના 45 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં અડધાથી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા
- જૂનાગઢમાં 5.55 ઈંચ વરસાદ
- પોરબંદરના રાણાવાવમાં સાડા પાંચ ઈંચ વરસાદ
- પોરબંદરમાં સાડા ચાર ઈંચ વરસાદ
- પોરબંદરના કુતિયાણામાં સાડા ચાર ઈંચ વરસાદ
- રાજકોટના જેતપુર અને દ્વારકાના કલ્યાણુરમાં 4.3 ઈંચ વરસાદ
- દ્વારકાના ભાણવડ અને અમરેલીના રાજુલામાં 4.2 ઈંચ વરસાદ
- નવસારીના જલાલપોરમાં 4.1 ઈંચ વરસાદ
- કચ્છના મુન્દ્રામાં 4 ઈંચ વરસાદ
- જૂનાગઢના વિસાવાદરમાં 3.9 ઈંચ વરસાદ
- અમરેલીના જાફરાબાદ અને દ્વારકાના ખંભાડિયામાં 3.8 ઈંચ વરસાદ
- ક્ચ્છના માંડવીમાં 3.4 ઈંચ વરસાદ
- બોટાદના ગઢડા, રાજકોટના વીંછિયા અને જૂનાગઢના ભેસાણામાં 3.3 ઈંચ વરસાદ
- સુરતના ઉમરપાડામાં 3.1 ઈંચ વરસાદ
- સુરતના મહુવામાં 2.9 ઈંચ વરસાદ
- જામનગરના લાલપુર, દ્વારકા, અમરેલીના લાઠી, સુરતના બારડોલી, રાજકોટનું કોટડા સાંધાણી, મોરબીના ટંકારા અને સુરતના ચૌર્યાસીમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement